સોમપુરા બ્રાહ્મણ સમાજ અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સયુંકત ઉપક્રમે આયોજન કરાયું
મહાદેવ સ્વયં નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભુદેવો પોતાના પરંપરાગત પહેરવેશ સાથે જોડાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.3
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે સોમનાથ મહાદેવના 75માં સ્થાપના દિવસ નિમિતે સતત ત્રીજા વર્ષે પાલખીયાત્રાનું આયોજન તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના 75માં સ્થાપના દિવસ નિમિતે સોમનાથ મંદિરેથી ભવ્ય પાલખીયાત્રાનું આયોજન તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.આ પાલખીયાત્રાનું પૂજન ભૂદેવો અને રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પાલખીયાત્રા પ્રભાસ પાટણના માર્ગો પરથી નીકળી હતી.ત્યારે ભગવાન સોમનાથ જાણે સ્વયં નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્ર્યો જોવા મળ્યા હતા.આ તકે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચૂડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની,સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા,અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા સહિત બહોળી સંખ્યામાં સ્થાનિકો અને ધર્મપ્રેમી લોકો જોડાયા હતા.નોંધનીય છે કે,આગામી દિવસોમાં આ યાત્રા વધુ ભવ્ય રીતે નીકળે તે માટે ગુજરાત સરકારના સહિયારા પ્રયાસો કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ભુદેવો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા
- Advertisement -
આ પાલખીયાત્રા દરમિયાન ભુદેવો પોતાના પરંપરાગત પહેરવેશ ધોતિયું અને કુર્તા સાથે જોવા મળ્યા હતા.જેથી સનાતન સંસ્કૃતિની ઝાંખી પણ આ પાલખીયાત્રામાં જોવા મળી હતી.
નાસિક ઢોલ અને ઉજ્જૈનનું ભસ્મ રમૈયા મંડળ આકર્ષણ બન્યું
પાલખીયાત્રા દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે ડીજેનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો.ત્યારે નાસિક ઢોલ અને ઉજ્જૈનનું ભસ્મ રમૈયા મંડળ આ યાત્રામાં આકર્ષનું કેન્દ્ર બન્યા હતા.
આગામી દિવસોમાં દેશ દુનિયા સુધી પાલખીયાત્રા પહોંચશે – સાંસદ
આવનારા સમયમાં આ પાલખીયાત્રાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે રાજ્ય સરકાર પણ કટિબધ્ધ છે.પવિત્ર વિકાસ યાત્રાધામના માધ્યમથી વધુમાં વધુ લોકો જોડાય તે માટે પણ સરકાર પ્રયત્નો કરશે – રાજેશ ચુડાસમા (સાંસદ)



