કોલેજના વિદ્યાર્થીઓ કાળા વસ્ત્રો પહેરીને આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
પાલિતાણાની સ્વામી વિવેકાનંદ કોલેજ ઑફ કોમર્સ એન્ડ આર્ટસે પુલવામામાં થયેલા આતંકી હુમલાને યાદ કરી દુ:ખદ વ્યક્ત કર્યું. તેમજ આજના દિવસને બ્લેક ડે માનવતા શોક પાળવામાં આવ્યો હતો. 14 ફેબ્રુઆરીને જ્યારે ઘણી જગ્યાએ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવ્યો હશે ત્યારે સ્વામી વિવેકાનંદ કોલેજ પાલિતાણામાં 14 ફેબ્રુઆરી 2019 માં પુલવામા થયેલા આતંકી હુમલાઓમાં શહીદ થયેલા આપણા 40 થી વધારે જવાનોના દુ:ખદ અવસાન પર શોક પ્રગટ કર્યો હતો. જેમાં વિધાર્થીઓ કાળા રંગના વસ્ત્રો પહેરીને આવ્યા હતા, શહીદોના આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું. શહીદોની તસ્વીર પર ફૂલોનો હાર પહેરાવી વિદ્યાર્થીઓએ અને સમગ્ર કોલેજ પરિવારે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.



