શેત્રુંજય યુવક મંડળ દ્વારા બે દિવસીય મહોત્સવ યોજાયો: ડિજિટલ સિનેમા અને 6,000 શાળાઓના ટેક પ્રોજેક્ટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર
ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા, તા.12
- Advertisement -
પવિત્ર તીર્થધામ પાલિતાણા ખાતે ભગવાન આદિનાથ દાદાના જન્મ કલ્યાણક નિમિત્તે શેત્રુંજય યુવક મંડળ દ્વારા ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. તળેટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આધુનિક ડિજિટલ સિનેમા દ્વારા પ્રભુના જીવન પ્રસંગો રજૂ કરાયા હતા. યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા 6,000 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓના ટેકનોલોજી પ્રોજેક્ટ્સ, લાઈવ પેઈન્ટિંગ અને હસ્તકલાના પ્રદર્શનો યોજાયા હતા. આ સાથે જ રમતગમત મહોત્સવ અને નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ બાળકો માટે મંડળ દ્વારા વિનામૂલ્યે બસ સેવા પૂરી પાડી ભક્તિ અને સેવાનો સમન્વય સાધવામાં આવ્યો હતો.



