શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોના 60 લાખ ઓળવી જવાના કેસમાં સ્પેશિયલ ૠઙઈંઉ કોર્ટે સંભળાવી સજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
- Advertisement -
રાજકોટમાં રોકાણકારોના નાણાં સુરક્ષિત રાખવા માટેના કાયદા ૠઙઈંઉ (ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ) હેઠળ એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. શેરબજારમાં રોકાણના નામે લોકો સાથે વિશ્વાસઘાત કરનાર રિદ્ધિ-સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના પ્રોપરાઈટર પલક પ્રફુલભાઈ કોઠારીને અદાલતે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી સામે આ પ્રકારના પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
ઘટનાક્રમ અને છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી આ કેસની વિગત મુજબ, સાધના ભેળવાળા દીપકભાઈ પ્રેમજીભાઈ ટાંક અને સાક્ષી રાહુલ સિદ્ધપુરાને આરોપી પલક કોઠારીએ પોતાની કંપનીમાં રોકાણ કરવાથી દર મહિને 5 થી 6 ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી.
ફરિયાદી દીપકભાઈ અને તેમના પત્ની કોમલબેને રૂ. 40 લાખ અને રાહુલે રૂ. 20 લાખ એમ કુલ મળીને રૂ. 60 લાખનું રોકાણ બેંક મારફતે કર્યું હતું. શરૂઆતમાં થોડો સમય વળતર આપ્યા બાદ આરોપીએ નાણાં પરત કરવાનું બંધ કરી દીધું હતું અને એગ્રીમેન્ટ મુજબના ચેકો પણ પરત ફર્યા હતા. આ મામલે માર્ચ 2023માં પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
અદાલતી કાર્યવાહી અને કડક વલણ સ્પેશિયલ ૠઙઈંઉ કોર્ટમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ ચાલેલા આ કેસમાં સરકાર પક્ષે 57 જેટલા દસ્તાવેજી પુરાવા અને 6 સાક્ષીઓની જુબાની રજૂ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે આરોપીએ આયોજનબદ્ધ રીતે ઈકોનોમિક ઓફેન્સ આચરી અનેક પરિવારોને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. બેંક ટ્રાન્ઝેક્શન અને ઓરિજનલ એગ્રીમેન્ટના આધારે ગુનો સાબિત થયો હતો.
અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી પલક કોઠારીને આઈપીસી કલમ 420 અને ૠઙઈંઉ એક્ટની કલમ-3 હેઠળ દોષિત ઠેરવી પાંચ-પાંચ વર્ષની સજા અને રૂ. 1,00,000 નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કરાયો છે. આ ચુકાદાથી રોકાણના નામે ઠગાઈ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



