હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે પાકિસ્તાન “વધુ એક બનાવટી ખતરો ઉભો કરી રહ્યું છે”.
પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ નદીનું પાણી રોકયું તો પાકિસ્તાને પણ ભારતને ધમકી આપી દીધી કે ચીન પણ બ્રહ્મપુત્રા નદીનું પાણી રોકી શકે છે. જેથી ભારતના ઉતર-પૂર્વી રાજયોમાં દુકાળની પરિસ્થિતિ પેદા થઈ શકે છે.
- Advertisement -
ચીન બ્રહ્મપુત્ર નદીના ભારતમાં વહેતા પ્રવાહને પણ રોકી શકે છે તેવી પાકિસ્તાની અધિકારીની ધમકી પર પ્રતિક્રિયા આપતા, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોમવારે આ ટિપ્પણીને ઇસ્લામાબાદની નવી “ડરાવવાની યુક્તિ” ગણાવી અને કહ્યું કે દેશમાં પ્રવેશ્યા પછી પાણીનો જથ્થો વધે છે. તેમણે કહ્યું કે ચીન નદીના કુલ પ્રવાહમાં માત્ર 30-35 ટકા ફાળો આપે છે.
ANIના અહેવાલ મુજબ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના વરિષ્ઠ સહાયક રાણા એહસાન અફઝલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારત દ્વારા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાની જેમ, ચીન નદીના પ્રવાહને અટકાવીને સમાન પગલાં લઈ શકે છે, ત્યારબાદ સરમાનો આ પ્રતિભાવ આવ્યો.
હિમંત બિસ્વાએ વધુમાં જણાવ્યું છે કે, બ્રહ્મપુત્રા નદી ચીનથી માત્ર 30થી 35 ટકા પાણી લઈને આવે છે. બ્રહ્મપુત્રા નદીને આ પાણી હિમાલયન ગ્લેશીયર ઓગળવાથી અને વરસાદથી મળે છે, જયારે નદીનું બાકી 65થી 70 ટકા પાણી ભારતમાં વહેતી નદીઓ અને વરસાદથી મળે છે.
- Advertisement -
બિસ્વાએ જણાવ્યું હતું કે, ભારતે જયારથી સિંધુ સમજૂતી રદ કરી છે. ત્યારથી પાકિસ્તાન દેશમાં ડર ફેલાવવાની કોશીશ કરી રહ્યું છે. આસામના સીએમે જણાવ્યું હતું કે બ્રહ્મપુત્રા નદીના પાણીનો મુખ્ય સ્ત્રોત અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ અને નાગાલેન્ડમાં થતા મૂશળધાર વરસાદ છે. આ ઉપરાંત સુબન સિરી, લોહિત, માનસ કુલસી વગેરે નદીઓ બ્રહ્મપુત્રા નદીને મળે છે. જેથી બ્રહ્મપુત્રા નદીનો જળ પ્રવાહ વધી જાય છે.