પાકિસ્તાનના નાણા મંત્રી ઇશાક ડારએ સંયુક્ત રાજ્ય અમેરિકા પાકિસ્તાનને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે નહીં રોકિ શકે અને તે જલ્દી જ સંભવ બનશે. તેમણે દુબઇમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજના કાર્યકર્તાઓને સંબોધિત કરતા આ ટીપ્પણી કરી હતી. તેમણે ભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે, મંત્રાલય રશિયાથી સમાન શર્તો પર તેલ ખરીદવાની કોશિશ કરશે. અમે ભારતની જેમ તેમની શરતોમાં તેલ ખરીદશું અને જલ્દી જ તે શક્ય બનશે. તેમણે કેટલાક મહિનોમાં તમે જોશો કે, સરકાર આ સંબંધમાં પાકિસ્તાનના પક્ષમાં મહત્વપૂર્ણ નિર્ણય લેશે.
રશિયાથી ઘઉં અને બળતણ ખરીદવા ઇચ્છે છે પાકિસ્તાન
આ પહેલીવાર નથી કે જ્યારે પાકિસ્તાનના નાણા મંત્રીએ આવી રીતની ટિપ્પણી કરી હોય. ડારએ છેલ્લા મહીનામાં વોશિંગ્ટનની પોતાની યાત્રા દરમ્યાન કહ્યું હતું કે જે કિંમત ભારત ચૂકવે છે, તે કિંમતથી જ પાકિસ્તાનને મળે. ડારએ અમેરિકાના વિદેશ વિભાગના અધિકારીઓની સાથે બેઠક કરી હતી જેમાં રશિયાથી તેલ ખરીદવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકાર દ્વારા રશિયાથી ઘઉં અને બળતણની ખરીદીના સમાચારો મહીના સુધી ચાલ્યા હતા. પાકિસ્તાન રશઇયાથી ફક્ત બળતણ જ નહીં ઘઉં પણ ખરીદે છે. પોતાની નબળી અર્થતંત્ર વ્યવસ્થાને સંતુલિત કરવા માટે પાકિસ્તાને 3,00,000 ટન ઘઉં રશિયા પાસેથી મંગાવ્યા હતા.
- Advertisement -
ભારતમાં ઉર્જાની વધારે જરૂરિયાત- અમેરિકા
જો કે, છેલ્લા અઠવાડિયાથી અમેરિકાના વિદેશી વિભાગની એક પ્રેસ કોન્ફર્ન્સમાં પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું કે, અમેરિકા રશઇયા પર લગાવવામાં પ્રતિબંધોથી તેલ અને ગેસ પર છુટ વિશે સખ્ત છે. સચ્ચાઇ એ છએ કે, ભારતમાં ઉર્જાની વધારે માંગ છે, જેના માટે તેઓ રશિયાથી તેલ અને બીજા પ્રકારની ઉર્જા આયાત કરી પોતાની જરૂરિયાતોને પૂરી કરી રહ્યું છે. જો કે તેમનો આ અર્થ કાઢી શકાય નહીં કે, ભારત અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોથી પાછળ હટી રહ્યું છે. જ્યારે પાકિસ્તાનના મંત્રીએ ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે કે, રશિયાથી પાકિસ્તાનનો વેપાસ કરશે અને તેમને આવું કરતા અમેરિકા તો શું કોઇ પણ રોકી શકશે નહીં.