આજે એશિયા કપની સુપર 4 મેચમાં ભારત અને પાકિસ્તાન અમને-સામને છે. ત્યારે ભારતે પાકિસ્તાનને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે 7 વિકેટ પર 181 રન બનાવ્યા છે.
આજે ફરી ભારતીય ક્રિકેટ ફેન્સ માટે મૌકા મૌકાનો દિવસ આવી ગયો છે. આજે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવવા અને એશિયા કપની ફાઇનલમાં એન્ટ્રી મેળવવાનો મોકો છે. પાકિસ્તાને ટોસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જેમાં ભારતે 20 ઓવરમાં 7 વિકેટ પર 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રસાકસીભરી મેચમાં પાકિસ્તાનની જીત થઇ છે.
- Advertisement -
પાકિસ્તાનની ઇનિંગ
182 રનોના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાને બાબરની વિકેટને જલ્દી ગુમાવી દીધી. પરંતુ રિઝવાન પૂરા જોશમાં હતો. તેમણે ફખર જમાનની સાથે 41 રન જોડીને ઇનિંગ સંભાળી. જોકે જમાન આખી ઇનિંગ દરમિયાન સંઘર્ષ કરતા જોવા મળી. જમાનના આઉટ થયા બાદ પાકિસ્તાને મોહમ્મદ નવાઝને બેટિંગ માટે મોકલ્યા મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું.
રસાકસીભરી મેચમાં પાકિસ્તાનની 5 વિકેટે જીત, ભારતે પાકિસ્તાનને આપ્યો હતો 182 રનનો ટાર્ગેટ.
- Advertisement -
પાકિસ્તાન 100ને પાર, રિઝવાનની ફિફ્ટી
ભારતને મળી ચોથી મોટી સફળતા, મોહમ્મદ રિઝવાન 51 બોલમાં 71 રન બનાવીને આઉટ. મોહમ્મદ રિઝવાન શાનદાર ફોર્મમાં છે. રિઝવાને 37 બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી લીધી. રિઝવાને જ્યાં ફિફ્ટી લગાવી, ત્યાં પાકિસ્તાનનો સ્કોર 12.2 ઓવર પર 100 રન સુધી પહોંચ્યો છે. ભારતીય ટીમને મળી બીજી મોટી સફળતા. ફખર જમાન આઉટ થયો છે. જમાનને યુજવેન્દ્ર ચહલે કિંગ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો. જમાને 18 બોલનો સામનો કરતા કુલ 15 રન બનાવ્યા.
પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ, ભારતના 3 ખેલાડીઓએ રંગ રાખ્યો
ભારતનો સ્કોર 20 ઓવરમાં 7 વિકેટ પર 181 રન બનાવ્યા છે, પાકિસ્તાનને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કે.એલ રાહુલ અને રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી. આ બન્ને બેટ્સમેનોએ 28-28 રનોની ઇનિંગ રમી. ત્યારબાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલા વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું. વિરાટે મેચમાં 44 બોલ પર 60 રન ફટકાર્યા. આ ટૂર્નામેન્ટમાં વિરાટની સતત બીજી અડધી સદી છે.
વિરાટ કોહલીએ ફટકારી 32મી t-20 આંતરરાષ્ટ્રીય અડધી સદી
વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. વિરાટ કોહલીએ ફટકારી 32મી t-20 આંતરરાષ્ટ્રીય અડધી સદી. સૌથી વધારે ફિફ્ટી ફટકારવાનાં મામલે રોહિત શર્માને પાછળ છોડ્યો છે. કોહલીએ હસનૈનના બોલ પર છગ્ગો લગાવીને આ સિદ્ધિ મેળવી છે. કોહલીએ 36 બોલનો સામનો કરતા ફિફ્ટી લગાવી. આ દરમિયાન તેમણે ચાર ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો.
https://twitter.com/BCCI/status/1566487276699676673/photo/1
ટીમમાં ત્રણ મોટાં ફેરફાર
આજે એશિયા કપની સુપર 4 મેચમાં ભારત અને પાકિસ્તાન અમનેસામને છે. પાકિસ્તાને ટોસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. ટીમમાં ત્રણ મોટાં ફેરફાર કરવામાં આવ્યા છે. હુડા, બિશ્નોઈ અને પંતની ટીમમાં એન્ટ્રી થઈ છે. દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંત લેફતી બેટ્સમેન તરીકે રમશે. રવીન્દ્ર જાડેજાની જગ્યાએ હુડા ઓલરાઉન્ડર તરીકે રમશે. અને આવેશ ખાનની જગ્યાએ સ્પિનર રવિ બિશ્નોઈ રમશે.
અગાઉ રમાયેલી મેચમાં હાર્દિક પંડયા અને રવીન્દ્ર જાડેજાની જોડીએ રોમાંચક મેચમાં ભારતને છેલ્લી ઓવરમાં વિજય અપાવ્યો હતો. આજે પણ મેચ ભારે રોમાંચક થાય એવી શક્યતા છે. આજે જો કે રવીન્દ્ર જડેજા નહીં રમી શકે કારણ કે તે ઘૂંટણની ઇજાથી પીડાય છે અને સર્જરી કરવાની સલાહ ડોક્ટર્સ દ્વારા આપવામાં આવી છે.
જડ્ડુ નહીં રમી શકે
તમને જણાવી દઈએ કે આ મેચ પહેલાટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થયા છે અને એટલા માટ તેઓ મેચનો ભાગ નહીં બની શકે.
આજે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન ફરી એક વખત ક્રિકેટના મેદાન પર ઉતરશે અને બંને વચ્ચેની ટક્કર જોવા માટે ફેન્સ ઘણા ઉત્સુક છે. ટીમ ઈન્ડિયા ગત મેચની જેમ પાકિસ્તાનને માત આપવાની ઈચ્છા રાખીને મેદાનમાં ઉતરશે.