પાકિસ્તાનમાં નવી સંસદીય ચુંટણીઓ યોજાવા જઈ રહી છે અને પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ જે લંડન નાસી ગયા બાદ હવે પરત આવીને ચુંટણી લડી દેશના વડાપ્રધાન બનવા માંગે છે તેની માટે પાક પરત ફરવું મુશ્કેલ બની ગયું છે.
પાક સુપ્રીમ કોર્ટના આદેશથી દેશની ભ્રષ્ટાચાર-લાંચ વિરોધી એજન્સીએ શરીફ સીનીયર સામેના ચાર કેસ પુન: ખોલ્યા છે. અગાઉ પાકમાં શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની સરકારે પાકના એકાઉન્ટીબીલીટી લોની જે સુધારા જોગવાઈ કરીને નવાઝ શરીફ સામેના કેસ ‘બંધ’ થાય તે નિશ્ચિત કર્યુ હતું. તે સુધારા જોગવાઈ પાક સુપ્રીમ કોર્ટે કરી છે જેથી નવાઝ શરીફ સામેના કેસો યથાવત રહે છે અને તે કેસ રી-ઓપનીંગ થશે.
- Advertisement -
જેમાં તેણે સરકારી જમીન તથા કિંમતી પ્લોટની નજીકના લોકોને ફાળવણી કરી હતી તથા શરીફ ફેમીલીની માલીકીની ખાંડની મીલોના શેરોની તબદીલીમાં ગેરરીતિ કરી હતી. ઉપરાંત વડાપ્રધાન તરીકે તેમને જે ભેટ મળી હતી તેમાં પણ અનેક ભેટ ગપચાવી લીધી હતી. 2017માં નવાઝ શરીફ સરકાર ઉથલી પડતા તેઓ કાનુની બચવા લંડન નાસી ગયા હતા. તેમના પત્નીની બિમારીના બહાને તેઓ મર્યાદીત સમય માટે ગયા બાદ પરત આવ્યા જ નથી.