પાકિસ્તાનમાં ફરી એકવાર પોલીસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું છે. સ્વાતના કબાલ શહેરમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) પોલીસ સ્ટેશનની અંદર બે બોમ્બ બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું છે. પાકિસ્તાનના સ્વાત જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર સોમવારે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે. મૃતકોમાં આઠ પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. તો આ હુમલામાં ઈજાગ્રસ્તોની સંખ્યા 40થી વધુ જણાવવામાં આવી રહી છે. આ હુમલો સ્વાત જિલ્લાના કબાલમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD)માં થયો હતો. તેને આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે.
- Advertisement -
પોલીસ સ્ટેશનમાં થયા બે બ્લાસ્ટ
એક રિપોર્ટ અનુસાર, પોલીસે ઘટના વિશે જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનની અંદર બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટના કારણે ઈમારતો સંપૂર્ણપણે સમતળ થઈ ગઈ છે. આ હુમલાની કોઈએ જવાબદારી લીધી નથી, પરંતુ પાકિસ્તાની તાલિબાને ગયા વર્ષે સરકારની સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી આ પ્રકારના હુમલાઓ કરવાનો દાવો કર્યો હતો.
Pakistan: 12 policemen killed, over 40 injured in blasts at counterterrorism office in Swat
Read @ANI Story | https://t.co/A3ZAKWeRhD#Pakistan #SwatTwinexplosions #CounterTerrorismDepartment pic.twitter.com/NFm2gbHK1x
- Advertisement -
— ANI Digital (@ani_digital) April 25, 2023
હજુ વધી શકે છે મૃત્યુઆંકઃ પોલીસ અધિકારી
પોલીસે જણાવ્યું કે પ્રાંતના લક્કી મારવત જિલ્લામાં એક આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનના કલાકો પછી બ્લાસ્ટ થયો. હાલ એ સ્પષ્ટ નથી કે પોલીસ સ્ટેશન પર થયેલો હુમલો તેની સાથે સંબંધિત છે કે નહીં. વરિષ્ઠ પોલીસ અધિકારી અતાઉલ્લા ખાને જણાવ્યું કે, આતંકવાદ વિરોધી પોલીસ બિલ્ડિંગનો એક ભાગ પડી ગયો અને બચાવકર્મીઓએ મૃતકોના મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, મૃત્યુઆંક વધી શકે છે.
PM શાહબાઝ શરીફે આ ઘટનાની નિંદા કરી
અતાઉલ્લા ખાને કહ્યું કે, પોલીસ કમ્પાઉન્ડમાં કબાલ સિટી પોલીસ સ્ટેશન અને રિઝર્વ પોલીસ ફોર્સનું હેડક્વાર્ટર પણ છે, પરંતુ આતંકવાદ વિરોધી વિભાગની ઇમારતને સૌથી વધુ નુકસાન થયું છે. તો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ ઘટનાની નિંદા કરી અને શોક વ્યક્ત કર્યો. આ સાથે તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.