ભારતમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક પગલાં લીધા છે. ભારતે નિર્ણય લીધો છે કે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ હવે બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત ભારતમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન હાઈ કમિશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક લઈ જઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
- Advertisement -
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને પસંદગીપૂર્વક નિશાન બનાવ્યા હતા. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે.
View this post on Instagram
પાકિસ્તાને પહેલગામ હુમલાની ઉજવણી કરી ?
- Advertisement -
એક યુવક પાકિસ્તાન સ્થિત હાઈ કમિશનમાં કેક લઈ જતો દેખાઈ રહ્યો છે. બહાર ઉભેલા પત્રકારોએ કેકને લઈને યુવકને સવાલ કર્યો હતો. પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. ભાજપ નેતા નવીન કુમાર જિંદલે તેના એક્સ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં પુછ્યું કે શું ભારત છોડતા પહેલા પાકિસ્તાન હાઈ કમિશનમાં પહેલગામ હુમલાની ખુશીમાં ઉજવણી કરવાની તૈયારીઓ થઈ રહી છે ?
ભારત છોડી દેવા આદેશ
ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત સેના, નૌસેના અને વાયુ સેનાના સલાહકારોને એક અઠવાડિયાની અંદર ભારત છોડી દેવાનો આદેશ આપ્યો છે. સાથે જ ભારતે ઈસ્લામાબાદ સ્થિત તેના દુતાવાસમાં તૈનાત અધિકારીઓને પણ પાછા બોલાવી લીધા છે.