ગત સપ્તાહે પાકિસ્તાન સરકારે આતંકી સંગઠનો અને તેમને ચલાવનારાઓની સંપત્તિઓને જપ્ત કરવા અને બેન્ક ખાતાઓને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાન સરકાર તરફથી જાહેર યાદીમાં દાઉદ ઈબ્રાહિમના નામની સાથે દસ્તાવેજ જેમાં તેનું સરનામું વ્હાઇટ હાઉસ, કરાચી બતાવવામાં આવ્યું હતું આ પહેલા પાકિસ્તાન પોતાને ત્યાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ઉપસ્થિતિને લઈ હંમેશા ઈન્કાર કરતું આવ્યું છે.
દરમ્યાન અંડરવર્લ્ડ ડોન છોટા શકિલે એવા અહેવાલોને નકારી દીધા છે કે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી અને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં છે. એક ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં વાતચીત કરતાં શકીલે જણાવ્યું કે, ભારતીય મીડિયાએ જણાવી રહી છે કે દાઉદ પાકિસ્તાનમાં નથી. તેણે એમ પણ કહ્યું કે, તેઓ પાકિસ્તાન સહિત કોઈ પણ સરકાર માટે જવાબદાર નથી. નોંધનીય છે કે, માફિયા ડોન છોટા શકીલ પણ દાઉદની સાથોસાથ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. તેને અંડરવર્લ્ડના સૌથી મોટા ડોન દાઉદ ઈબ્રાહિમનો ખાસ માણસ પણ કહેવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે દાઉદની સાથોસાથ તે પણ કરાચીમાં રહે છે.
- Advertisement -
છોટા શકીલ 60ના દશકના મધ્યમાં દક્ષિણ મુંબઈમાં નાગપાડામાં એક સંદિગ્ધ ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો. 1980ના દશકમાં તે દાઉદની ગેન્ગ સાથે ભળી ગયો અને માફિયા તરીકે ઉભર્યો. તે દાઉદનો સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. અનેક તપાસ એજન્સીઓ પણ કહે છે કે તે દાઉદની ડી કંપનીમાં અઘોષિત સીઈઓ તરીકે કામ કરે છે.