60 વર્ષ પહેલાં પાકિસ્તાનના પ્રથમ લશ્કરી સરમુખત્યારે કચ્છમાં લશ્કરી જોર લગાવ્યું હતું. શું ઈતિહાસનું પુનરાવર્તન થઈ શકે?
ભારતના ત્રણેય સશસ્ત્ર દળો (નૌકાદળ, ભૂમિસેના અને વાયુસેના) દ્વારા 30 ઓક્ટોબરથી યોજાનારી “ત્રિશૂળ” કવાયતથી પાકિસ્તાનમાં ખળભળાટ મચ્યો છે. ભારતે પહેલાથી જ NOTAM (હવાઈ મિશનોને સૂચના) જાહેર કર્યું હતું. પાકિસ્તાને આ NOTAMથી ચિંતિંત થઈ તેના સમગ્ર હવાઈ ક્ષેત્રમાં સૂચન કરી એલર્ટ રહેવા કહ્યું છે.
- Advertisement -
તમામ પાકિસ્તાન હવાઈ ક્ષેત્ર બંધ
પાકિસ્તાનના તમામ હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા આ પગલું તેના નૌકાદળના વડાની સરક્રીક ક્ષેત્રની મુલાકાત બાદ લેવામાં આવ્યું છે. ભારતીય ભૂ-સેના, નૌકાદળ અને વાયુસેના રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાં (30 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી) સંયુક્ત કવાયત કરી રહ્યા છે. ભારતીય સેનાનો આ યુદ્ધાભ્યાસ સમુદ્રમાં અને રણ વિસ્તારોમાં થશે. ભારત તરફથી સાવચેતીના ભાગરૂપે નોટમ જાહેર કરવામાં આવ્યું હતું. જેથી કોઈપણ વિમાન તેની ઝપેટમાં ન આવે. બીજી બાજુ પાકિસ્તાને પોતે જ આ નોટમનું લગભગ સંપૂર્ણ દેશમાં ફેલાવો કર્યો હતો.
રાજનાથસિંહે ચેતવણી આપી હતી
- Advertisement -
પાકિસ્તાનના નૌકાદળના વડાએ ગયા અઠવાડિયે સરક્રીકની મુલાકાત લીધા બાદ તેની સૈન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરક્રીક વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાં સૈનિકો સાથે મુલાકાત કરી હતી. સંરક્ષણ મંત્રી સરક્રીક ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા લશ્કરી માળખાના વિસ્તરણ સામે કડક ચેતવણી આપી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓએ ભૂલવું ન જોઈએ કે સરક્રીકમાંથી પસાર થતો એક રસ્તો કરાચી તરફ જાય છે. આ ક્ષેત્રમાં દુશ્મન દ્વારા કરવામાં આવતી કોઈપણ હિંમત તેના ઇતિહાસ અને ભૂગોળ બંનેને બદલી શકે છે.
ઓપરેશન સિંદૂર પછી વ્યૂહરચના બદલાઈ
ઓપરેશન સિંદૂર પછી ભારતીય સશસ્ત્ર દળો હિંદ મહાસાગરથી અરબી સમુદ્ર સુધી સક્રિય છે. અગાઉ, ભારતીય નૌકાદળે બ્રિટિશ રોયલ નેવી સાથે સંયુક્ત કવાયત હાથ ધરી હતી. તાજેતરમાં, ભારતીય વાયુસેનાએ કોંકણ કિનારે એડવાન્સ્ડ મેન-અનમેન્ડ ટીમિંગ (MUM-T)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને હવે ત્રણેય દળો સંયુક્ત કવાયત કરવા જઈ રહ્યા છે.




