ટ્વિટ કર્યા બાદ વિવાદોની વચ્ચે રિચા ચડ્ઢાને પાકિસ્તાનનુ સમર્થન મળી ગયુ છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અભિનેત્રીએ એક ટ્વિટ કર્યુ હતુ કે ત્યારબાદ નેતાઓથી લઇને અભિનેતા અને યુઝર્સ તેના પર હુમલો કરી રહ્યાં હતા.
રિચાના સમર્થનમાં ઉતર્યુ પાકિસ્તાન
- Advertisement -
બોલીવુડ અભિનેત્રી રિચા ચડ્ઢાના ગલવાન વાળા ટ્વિટને લઇને ખૂબ હોબાળો થયો છે. અભિનેત્રીએ માફી માંગ્યા બાદ પણ ચોતરફ તેને ટીકાનો સામનો કરવો પડ્યો છે. હવે આ દરમ્યાન પાકિસ્તાન અભિનેત્રીના સમર્થનમાં ઉતર્યુ છે. રિચાના ટ્વિટથી પાકિસ્તાનમાં ઉત્સાહનો પવન ફૂંકાયો છે.
@BediSaveena pic.twitter.com/EYHeS75AjS
— RichaChadha (@RichaChadha) November 24, 2022
- Advertisement -
રિચાએ ભારતીય સેનાના નિવેદનવાળા ટ્વિટને રીટ્વિટ કર્યુ હતુ
રિચા ચડ્ઢાએ ભારતીય સેનાના એક ઉચ્ચ અધિકારીના નિવેદનવાળા ટ્વિટને રીટ્વિટ કરીને લખ્યું હતુ કે, ગલવાને Hi કીધુ છે. ત્યારબાદ તેનુ આ ટ્વિટ રાતોરાત વાયરલ થયુ અને તેના પર ખૂબ હોબાળો થયો. આ ટ્વિટ કરીને રિચા ફસાઈ ગઇ હતી. સોશિયલ મીડિયામાં સતત તેમને ખરીખોટી સંભળાવવામાં આવી રહી છે. હવે તેમના સપોર્ટમાં પાકિસ્તાન ઉતર્યુ છે. જો કે, રિચાએ પોતાના ટ્વિટને ડિલીટ કરીને માફી પણ માંગી લીધી છે.
અક્ષય અને અનુપમ ખેરે આપ્યું રિએક્શન
રિચાના આ ટ્વિટ પર નેતાથી લઇને અભિનેતા બધા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તો ભાજપના ઘણા નેતાઓએ રિચાના ટ્વિટની નિંદા પણ કરી છે અને અભિનેત્રી પાસેથી માંફીની માંગ કરી હતી. ત્યારબાદ અક્ષય કુમારથી લઇને અનુપમ ખેરે ટ્વિટ કરી પોતાનુ રિએક્શન આપ્યું છે અને અભિનેત્રીના ટ્વિટ પર નિરાશા દર્શાવી છે.
Just received a 'call', had muted replies so had no idea… bye all
— RichaChadha (@RichaChadha) November 24, 2022
રિચાએ ટ્વિટ કરી માંગી લીધી હતી માફી
રિચાએ માફી માંગતા ટ્વિટ કર્યુ હતુ કે તેમનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ પણ ઈરાદો ન હતો. જો મારા કહેલા ત્રણ શબ્દોથી કોઈને ઠેસ પહોંચી છે તો હું માફી માંગુ છુ. આ હોબાળા બાદ તેમણે પોતાનુ માફીવાળુ નિવેદન ટ્વિટ કર્યુ.