તાલિબાન સરકારે કહ્યું- કોઈ જાનહાનિ નથી, બધું કંટ્રોલમાં છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જોરદાર વિસ્ફોટો અને ગોળીબારના અવાજો સંભળાયા હતા. સ્થાનિક લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે શહેરના અબ્દુલ હક સ્ક્વેર પાસે અનેક વિસ્ફોટો સંભળાયા હતા અને આકાશમાં ફાઇટર જેટ પણ દેખાતા હતા. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં ધુમાડાના ગોટેગોટા અને જેટ વિમાનોનો અવાજ જોવા મળ્યો હતો.
- Advertisement -
પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાન વાયુસેનાએ કાબુલમાં હવાઈ હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના વડા મુફ્તી નૂર વલી મહેસુદને મારી નાખ્યો છે. મહેસુદ 2018થી TTPનું નેતૃત્વ કરી રહ્યો હતો અને તેના પર અફઘાનિસ્તાનમાં તાલિબાનના સમર્થન સાથે કામ કરવાનો આરોપ હતો.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલામાં બે ટીટીપી કમાન્ડર, કારી સૈફુલ્લાહ મહસુદ અને ખાલિદ મહસુદ પણ માર્યા ગયા હતા. કેટલાક અહેવાલોમાં નજીકના ઘરોને નુકસાન અને સંભવિત નાગરિક જાનહાનિનો પણ સંકેત આપવામાં આવ્યો છે.અફઘાનિસ્તાનની વચગાળાની તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
પાકિસ્તાની મીડિયાએ તેને ઝઝઙ વિરુદ્ધ એક સચોટ હુમલો ગણાવ્યો, જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં અસંખ્ય હુમલાઓ કર્યા છે, જેમાં 1,000થી વધુ લોકો માર્યા ગયા છે.
અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે કાબુલ શહેરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જોકે, તેમણે કહ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે બધું નિયંત્રણમાં છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી ગુરુવારે એક અઠવાડિયાની મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત દ્વિપક્ષીય સંબંધો પર મુત્તાકી સાથે વાતચીત કરવા આતુર છે. ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો તે પછી 9 થી 16 ઓક્ટોબર સુધી મુત્તાકીની મુલાકાત કાબુલથી નવી દિલ્હીની પ્રથમ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ છે.



