પાકિસ્તાની ક્રિકેટર જુનૈદ ખાનનું ભડકાઉ નિવેદન
પહલગામ હુમલા બાદ, દિન-પ્રતિદિન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવો વધતા જાય છે. તેવામાં પાકિસ્તાની ક્રિકેટર્સ તેમની ભારત વિરોધી વિચારધારાઓનું પ્રદર્શન કરવાંથી ધરાતાં નથી. થોડા સમય પહેલા પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર શાહિદ અફરીદીએ ફાલતું નિવેદન આપી કહ્યું હતું કે આ હુમલા માટે ભારતીય સેના જ જવાબદાર છે. હવે વધુ એક ક્રિકેટર જુનૈદ ખાન આ બાબતે ચર્ચિત બન્યા છે.
- Advertisement -
‘બાકી તો આપ સમજદાર હો’ મેસેજ સાથે વાઘા બોર્ડરનો વિડીયો મુક્યો
જુનૈદ ખાને તેના સોશ્યલ મીડિયા પર વાઘા બોર્ડર પાસેનો વિડિઓ શૅર કર્યો છે, જેમાં તેઓ પાકિસ્તાની ટીમનું ટી શર્ટ પહેરી પાકિસ્તાની સેના પાસે ઉભા છે અને કેપશનમાં પાકિસ્તાન ઝિંદાબાદ હેશટેગ સાથે લખ્યું છે, ‘બાકી તો આપ સમજદાર હો’ . જોકે જુનૈદ ખાનનો આ વિડિઓ જૂનો છે પણ પહલગામ ઘટના બાદ તેમણે ફરી સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાની ક્રિકેટર્સ, અભિનેતાઓ વેગેરેનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે.
BCCIનું ICCને નિવેદન પત્ર
- Advertisement -
એક તરફથી પાકિસ્તાન ભારત સાથે ક્રિકેટ રમવાની ભીખ માંગતું હોય છે અને બીજી તરફ ભારત વિરૂધ્દ સતત ભડકાઉ નિવેદનો ઓકતાં રહે છે. BCCIએ ICCને પત્ર લખ્યો છે કે ભારતને ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે એક ગ્રુપમાં ન રાખવામાં આવે. ભારત પાક સાથે દ્વિપક્ષીય મેચ તો રમતું જ નથી, બંને દેશ માત્ર ICC ટુર્નામેન્ટમાં જ સામસામે હોય છે. આ વર્ષે એશિયા કપનું આયોજન થવા જઈ રહ્યું છે, જેનું આયોજન ભારત કરે છે અને પાકિસ્તાન સાથે એક જ ગ્રુપમાં છે. જોકે આખી ટુર્નામેન્ટ ભારત બહાર યોજાઈ તેવી શક્યતાઓ પણ છે.