પ્રખ્યાત હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે સવારે મિર્ઝાપુરમાં 89 વર્ષની વયે અવસાન થયું.
પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવારે સવારે 4:15 વાગ્યે 91 વર્ષની વયે અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઈ રહ્યા હતા. તેમને ત્રણ સપ્તાહ પહેલા માઇનોર એટેક આવતા હોસ્પીટલમાં દાખલ કરાયા હતાં. તેમના નિધનથી સંગીત જગત શોકમાં ડૂબી ગયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે કરવામાં આવશે. પંડિત છન્નુલાલ મિશ્રાએ શાસ્ત્રીય ગાયનની ખયાલ અને પૂર્વીય ઠુમરી શૈલીને નવી ઊંચાઈએ પહોંચાડી હતી. તેમનો આઝમગઢના હરિહરપુરમાં જન્મ થયો હતો
- Advertisement -
પંડિત છન્નુલાલ મિશ્રાનો જન્મ 3 ઓગસ્ટ, 1936ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તેમણે શરૂઆતની સંગીત તાલીમ તેમના પિતા બદ્રી પ્રસાદ મિશ્રા પાસેથી મેળવી હતી. બાદમાં, તેમણે કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ મેળવી હતી તેમને પંડિત અનોખલાલ મિશ્રાના જમાઈ હતા. તેઓ પ્રખ્યાત તબલા વાદક પંડિત અનોખલાલ મિશ્રાના જમાઈ પણ હતા. કાશીની માટીમાં મૂળ ધરાવતા, પંડિત છન્નુલાલે પોતાના ઊંડા, ભાવપૂર્ણ અને અનોખા અવાજથી ’ઠુમરી’ અને ’પૂરબ અંગ’ ગાયન શૈલીઓને અમર બનાવી દીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયકના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું, “પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રા જીના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેઓ તેમના સમગ્ર જીવન દરમિયાન ભારતીય કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત રહ્યા. શાસ્ત્રીય સંગીતને લોકો સુધી લઈ જવાની સાથે, તેમણે વૈશ્વિક મંચ પર ભારતીય પરંપરાને સ્થાપિત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું.”