ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
ગેરકાયદે દારૂની હેરફેરના ગુનામાં ઝડપાયેલા દારૂના જથ્થાનો અમુક સમયાંતરે નાસ કરે છે ત્યારે પડધરી પોલીસે ગત રોજ દારૂના વિશાળ જથ્થાનો નાસ કર્યો હતો પડધરી પોલીસે જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા એસપી નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી કે.જી.ઝાલાએ પોલીસ મથકમાં રહેલ મુદ્દામાલનો સત્વરે યોગ્ય નિકાલ કરવા સુચના આપેલ હતી.
- Advertisement -
જેથી સર્કલ પીઆઈ એસ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.જે. ઝાલા દ્વારા પડધરી પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં 19 કેસમાં પકડાયેલ રૂમ.17,45,013ની કિંમતની 13801 બોટલોનો નાસ કરવા કોર્ટની પૂર્વ મંજૂરી મેળવી હતી.