કાયદા વિરૂદ્ધ એક નિર્દોષ શખ્સને ઢોર માર મારવાનાં કિસ્સા બાદ મહારાષ્ટ્રીયન શખ્સો પાસેથી 1 લાખનો તોડ પ્રકરણ ગોંડલિયા માટે વધુ એક કાળી ટીલી
વારંવાર કાયદા વિરૂદ્ધનાં પોતાનાં વર્તન થકી અને વર્તણૂંક થકી વિવાદમાં આવતા ઙ.ઈં. મેહુલ ગોંડલિયાને સસ્પેન્શનનો સ્વાદ ચખાડવો જરૂરી
- Advertisement -
P.I. ગોંડલિયા જેટલાં જ વિવાદાસ્પદ PSI પી.પી. ચાવડા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ મેહુલ ગોંડલિયા કાયદાના દુરુપયોગ કરવા બદલ પંકાઈ ગયા છે. તેમની વિવાદાસ્પદ કામગીરી વિરુદ્ધ એક પછી એક અરજીઓ થઈ રહી છે. હજુ થોડા મહિના પહેલા તેમણે રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પાસેથી હવાલો લઈ એક નિર્દોષ વ્યક્તિને કોઈ જ વાંકગુના વિના ઉઠાવી ઢોર માર માર્યો, તેના મોબાઈલમાંથી તમામ ડેટા ડિલિટ કરી દીધો અને પછી અડધી રાતે છોડી મૂક્યો હતો. પી.આઈ ગોંડલિયાના આ રાક્ષસી કૃત્યનો ભોગ બનનાર યુવકે કમિશનર કચેરીમાં અરજી કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જોકે આ મામલે તેમના પર કોઈ પગલાં લેવામાં આવ્યા નહતા. આથી પી.આઈ ગોંડલિયાની કાયદાનો દુરુપયોગ કરવાની હિંમત વધી હતી અને તેમણે નિર્દોષ વ્યક્તિઓને ડરાવી-દબાવી પૈસાનો તોડ કરવાના એકથી એક ચઢિયાતા કિમીયા શોધી કાઢ્યા હતા જે પૈકી પી.આઈ ગોંડલિયાએ કરેલા કાયદાના દુરુપયોગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પરમ દિવસ રાત્રીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ મેહુલ ગોંડલિયાની સૂચનાથી વાવડી ચોકીના પી.એસ.આઈ પી.પી ચાવડાએ બીજા રિંગરોડ પર આવેલા કોકોનેટ પાર્ટીપ્લોટમાં લિકર પરમીટ સાથે દારૂ પીતા ચાર મહારાષ્ટ્રીયન શખ્સોને દારૂની અડધી બોટલ સાથે પકડી પાડી તેમજ એક દારૂ ન પીધેલા ગુજરાતીને પણ પકડી વાવડી ચોકીએ લઈ જઈ આશરે એકાદ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. રાજકોટ તાલુકા પોલીસના તોડકાંડનો ભોગ બનેલા પીડિતોએ ગુજરાતના ષ એક મહારાષ્ટ્રીયન ધારાસભ્ય તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરી સમગ્ર મામલે કડક પગલાં ભરવા માંગણી કરી છે ત્યારે હવે જોયું રહ્યું કે, રાજકોટ પોલીસથી લઈ ગૃહ મંત્રાલયના ઊચ્ચ અધિકારીઓ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ મેહુલ ગોંડલિયા અને પી.એસ.આઈ પી.પી. ચાવડા સામે શું પગલાં ભરશે?
- Advertisement -
PI મેહુલ ગોંડલિયા પર કોના ચાર હાથ?
રાજકોટ પોલીસની નિષ્કલંક છાપને ધબ્બો લગાવી દાગદાર કરનાર પી.આઈ. મેહુલ ગોંડલિયાને કોણ છાવરી રહ્યું છે એ ચર્ચાનો વિષય છે. થોડા સમય અગાઉ પી.આઈ. મેહુલ ગોંડલિયાએ દર્પણ બારસિયા નામની વ્યક્તિને કોઈ વાંકગુના વિના ગેરકાયદે ઉઠાવી ઢોર માર માર્યા અંગેની અરજી રાજકોટ પોલીસ કમિશનરમાં પણ થઈ છે. હવે નોનગુજરાતી ચાર મહારાષ્ટ્રીયન શખ્સોને ગેરકાયદે ઉઠાવી લેવડાવી તેમની પાસેથી એકાદ લાખનો તોડ કરવાના મામલામાં છેક ગૃહમંત્રી સુધી ફરિયાદ થઈ છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, પી.આઈ. મેહુલ ગોંડલિયા પર કોના ચાર હાથ છે? પી.આઈ ગોંડલિયા વિરુદ્ધ કમિશનરથી લઈ ગૃહમંત્રીને અરજી કરવામાં આવે છે છતાં ક્યાં કારણોસર તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ થતી નથી?