ખોટા કાગળો અને સર્ટિફિકેટ રજુ કરીને નોકરી મેળવનાર માટે આ લાલબતી સમાન
ખાસ-ખબર સંવાદદાતા
દીવ પોલીસ વિભાગમાં કાર્યરત અને સસ્પેન્ડ ચાલી રહેલા પી.આઈને આખરે પ્રદેશના ડીઆઇજીપીએ બરતરફ કરવાનો ઓર્ડર કર્યો છે. બરતરફ કરાયેલા પીઆઇએ વર્ષ 2009માં પોર્ટુગલ નાગરિકતા નો બી.આઇ કાર્ડ લઈ લીધા બાદ પણ ભારતમાં રહીને સરકારી નોકરી નો લાભ ઉઠાવ્યો હોવાનું સામે આવતા તેને તેને બરતરફ કરાયા.
દિવ દમણ દાનહના ડીઆઇજીપી મિલિંદ મહાદેવ દુમરે દ્વારા 14 ડિસેમ્બર 2022 ના રોજ એક ઓર્ડર જારી કર્યો હતો જે મુજબ દીવ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પંકજ કલ્યાણ ટંડેલ જે સસ્પેન્ડ ચાલી રહેલા હોય એમને તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે કેમકે પંકજ ટંડેલે વર્ષ 2009ની સાલમાં પોર્ટુગલ નાગરિકતાનો બી આઈ કાર્ડ મેળવી લીધો હતો છતાં તેઓ ભારતમાં રહી સરકારી નોકરીનો લાભ ઉઠાવી રહ્યા હતા. આ મામલે મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે તેમના વિરુદ્ધ આઈ પી સી ની કલમ 420 465 468 અને 471 મુજબ ગુનો દાખલ કરી તપાસ કાર્ય ચાલી રહ્યું હતું આ મામલે દાનહ દમણ દીવ ગૃહ વિભાગ દ્વારા પણ 8 સપ્ટેમ્બર 2022ના રોજ મિનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરને પણ આ બાબતે એક પત્ર પાઠવી પંકજ ટંડેલના નાગરિકતા અંગે વિગતો મંગાવી હતી જે મામલે ગૃહ વિભાગ એ 9 ડિસેમ્બરના રોજ યળફશહ મારફતે પોલીસ વિભાગને વિગતો જણાવી હતી જેમાં પંકજ ટંડેલ ભારતના નાગરિક ન હોવાનું સ્પષ્ટ પણે જાણવામાં આવ્યું હતું. ત્યારે પી.આઈ પંકજ ટંડેલ પોર્ટુગલના નાગરિક હોવાનું ફલિત થતાં દાનહ દમણ દિવના ડીઆઈજીપીએ તેમને 14 ડિસેમ્બર 2022ના રોજ તાત્કાલિક અસરથી બરતરફ કરવાનો ઓર્ડર કર્યો છે સાથે પીએસઆઇથી લઈ પીઆઇ સુધીના કાર્યકાળ દરમિયાન સરકાર સાથે છેતરપિંડી કરી પોલીસની નોકરી કરવા બદલ તેમની સામે હવે કાયદાકીય કાર્યવાહી કરવાની કવાયત પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે સંઘ પ્રદેશના દમણ દિવ જિલ્લા પ્રશાસનમાં જો આવી તપાસ શરૂ થાય તો શું થાય?? બંને જિલ્લાની એસ.પી ઓફિસથી જ લિસ્ટ મળી જાય કે બી.આઈ માટે કેટલા પી.સી.સી આપવામાં આવેલ છે. તેમજ ખોટા કાગળો અને સર્ટિફિકેટ રજુ કરીને સરકારી નોકરી મેળવનાર માટે પણ આ એક લાલબત્તી સમાન છે.
પોર્ટુગીઝ નાગરિકતા ધરાવતા હોવાથી P.I.ને બરતરફ કરાયા
