તારીખ 19/06/2021ના રોજ પી. ડી. માલવિયા કોલેજમાં સંસ્થાના 65માં સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં માર્ગદર્શક લાભુભાઈ ખીમાણીયાનાં હસ્તે કથાની પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
જેમાં સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ટ્રસ્ટનાં ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા, ટ્રસ્ટી જગદીશભાઇ ડોબરીયા, ટ્રસ્ટી મયુરભાઈ ખીમાણીયા, ટ્રસ્ટી પુષ્કરભાઈ રાવલ, ટ્રસ્ટી અશોકભાઇ ડોબરીયા, ટ્રસ્ટી હિરેનભાઇ ખીમાણીયા તથા NCC 2 બટાલિયનનાં કર્નલ એસ. એસ. બિષ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આચાર્ય તથા શૈક્ષણિક અને વહીવટી સ્ટાફના મિત્રોએ 65માં સ્થાપના દિનની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આચાર્ય અને સંસ્થાનાં ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા સાહેબે વિદ્યાર્થીઓને ઉત્તમ વિદ્યાભ્યાસ દ્વારા શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરની શુભેચ્છા આપવામાં આવી હતી.


