ઈન્જેક્શનના 1600થી વધું બોક્સ સહિત રૂ.2.85 લાખનો મુદામાલ કબ્જે
રૂરલ એલસીબીનો દરોડો : એફએસએલના રિપોર્ટ બાદ ગુનો દાખલ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધોરાજીમાંથી દુધાળા પશુઓને ઓક્શીટોશીન ઈન્જેક્શન મારી વધું દૂધ મેળવવાના કૌભાંડનો રૂરલ એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે ધોરાજીના શખ્સ પાસેથી ઓક્શીટોશીન ઈન્જેક્શનના 1600 થી વધું બોક્સ સહિત રૂ.2.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો એફએસએલના રિપોર્ટ આવ્યાં બાદ ગુનો દાખલ કરવામાં આવશે.
- Advertisement -
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જીલ્લા એસપી હિમકર સિંહએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેર-કાયદેસરની પ્રવુતીઓ થતી હોય તેને શોધી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુ સાંબડા, હરેશ પરમાર સહિતના સ્ટાફને ધોરાજી શહેર વિસ્તારમાં દુધાળા પશુઓ વધુ દુધ આપે તે માટે અનઅધિક્રુત ઓક્શીટોશીન ઈન્જેક્શનનો શંકાસ્પદ જથ્થા સાથે એક શખ્સ વેંચાણ કરતો હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી ધોરાજીના ફયાઝ આરીફ વાલોરીયા મેમણને પકડી પાડી અનઅધિક્રુત રીતે લગાવવાના ઈન્જેક્શનના નાના બોક્ષ નં.1343 રૂ.1.34 લાખ અને ઈન્જેક્શનના મોટા બોક્ષ નંગ 316 રૂા.1,51,680 મળી કુલ 2,85,980 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં આરોપી છેલ્લા એક વર્ષથી ઓક્શીટોશીન ઈન્જેક્શન વેંચતો હોવાનું સામે આવ્યું છે, જે દુધાળા પશુ દૂધ ન આપતાં હોય તેનું દૂધ ચાલું કરાવવા અને વધું પ્રમાણમાં દૂધ મેળવવા આ ઈંજેક્સનનો ઉપયોગ કરવામાં આવે છે હાલ ઓક્શીટોશીન ઈન્જેક્શનનો શંકાસ્પદ જથ્થો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે, જેમનો રિપોર્ટ આવ્યાં બાદ ગુનો દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આરોપી અગાઉ પણ ઓક્શીટોશીન ઈન્જેક્શન સાથે પકડાઈ ચુકેલ છે.