રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે કોરોના ના કપરા કાળમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારે ફ્રી રસીકરણ, ગરીબ પરિવારો ને મફત અનાજ વિતરણ જેવા અનેકાનેક લોક કલ્યાણ કારી પગલાઓ લઇ કોરોના નો સામનો કર્યો છે અને સમગ્ર દેશને આત્મનિર્ભર ભારત નો મંત્ર આપ્યો છે ત્યારે જનતાની આરોગ્યની સુખાકારીના હિતમાં કોવિડ-૧૯ રોગચાળાની પરિસ્થિતિમાં અમુલ્ય માનવ જીવન બચાવી શકાય અને આવા દર્દીઓને ઓક્સીજનના અભાવે કોઈ વિકટ પરિસ્થિતિમાં મુકવવું ન પડે તે માટે ઉત્તમ ગુણવત્તાયુક્ત ૪૩ નંગ ૧૦ લીટરના ક્ષમતાવાળા ઓક્સીજન કોન્સનટ્રેટર રાજકોટ જીલ્લાને ફાળવેલા છે. ત્યારે માનનીય પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદીના આ નિર્ણય ને આવકારી અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી. આ તકે આ કાર્યક્રમ માં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ દાફડા, સિંચાઈ સમિતિના ચેરમેન જેન્તીભાઈ બરોચીયા, રાજાભાઈ ચાવડા, બાલુભાઈ વિંઝુડા, મુખ્ય આરોગ્ય અધિકારી ડો. નીલેશ પી. શાહ, જીલ્લા આર.સી.એચ.અધિકારી ડો.મિતેશ ભંડેરી, આરોગ્ય શાખા વહીવટી અધિકારી ડી.પી.ગોંડલિયા વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લામાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સીજન કોન્સનટ્રેટર ફાળવાયા
You Might Also Like
Follow US
Find US on Social Medias