ખાસ-ખબર ન્યૂઝ બિજનૌર, તા.16
ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો હતો જેમાં કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. મૃત્યુ પામેલા છ લોકો એક જ પરિવારના હતા.
- Advertisement -
દેશમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેને આખા દેશને હચમચાવી દીધો છે. ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો હતો જેમાં કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. મૃત્યુ પામેલા છ લોકો એક જ પરિવારના હતા.મળતી માહિતી મુજબ બિજનૌર રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જેમાં ક્રેટા કારે ઓટોને જોરદાર ટક્કર મારી હતી. ઓટોમાં 7 લોકો સવાર હતા અને તમામના અકસ્માતમાં મોત થયા હતા. ક્રેટા કારે અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી.માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા લોકો મુરાદાબાદ રેલવે સ્ટેશનથી ધામપુર આવી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોમાંથી છ એક જ પરિવારના હતા. ઝારખંડમાં લગ્ન સમારોહ બાદ આખો પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો. મૃતકોમાં 4 પુરુષ, 2 મહિલા અને 1 છોકરીનો સમાવેશ થાય છે.
પરિવાર લગ્નમાંથી પરત ફરી રહ્યો અને કાળ ભરખી ગયો
મળતી માહિતી મુજબ માર્ગ અકસ્માતમાં મૃતક તમામ ઝારખંડમાં લગ્નમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં ખુર્શીદ, તેનો પુત્ર વિશાલ, પુત્રવધૂ ખુશી ઉપરાંત મુમતાઝ, પત્ની રૂબી અને પુત્રી બુશરાનો સમાવેશ થાય છે. આ પરિવાર ઝારખંડથી દુલ્હન સાથે પરત ફરી રહ્યો હતો. આ અકસ્માતમાં નવ પરિણીત યુગલ સહિત કુલ 7 લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે નજરેજોનારા સૌ કોઇ ચોકી ગયા હતા. અને મૃતકોના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસો કરાઇ રહ્યા છે.