બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન ‘દાના’ 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશાના ભદ્રકમાં ગુરુવારે સવારથી વરસાદ શરૂ થયો હતો. ચક્રવાત 24 ઓક્ટોબરે સવારે લગભગ 2 વાગ્યે ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ નજીક ઉતરશે.
10 લાખ લોકોનું સ્થળાંતર
આ સિવાય 552 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટ રેલ્વેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ 198 ટ્રેનો, ઈસ્ટર્ન રેલ્વેએ 190 ટ્રેનો અને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેએ 14 ટ્રેનો રદ કરી છે. ઓડિશાના 14 જિલ્લામાં 25 ઓક્ટોબર સુધી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ જિલ્લાના 10 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તમામ ટુરિઝમ પાર્ક, ઓડિશા હાઈકોર્ટને 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
ઓડિશાએ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમો તૈનાત કરી છે. ઓડિશામાં 6 હજાર રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે, ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ કહ્યું- લગભગ 6 હજાર રાહત શિબિરો બનાવવામાં આવી છે. પુરીના 3 હજારથી વધુ પ્રવાસીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા છે અને આગામી ચાર દિવસ માટે હોટેલ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. ચક્રવાત દાનાની અસર 6 રાજ્યોમાં ઓડિશા: ઓડિશાના 30 માંથી 14 દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડાની વ્યાપક અસર થવાની સંભાવના છે . IMD એ 24 થી 26 ઓક્ટોબર સુધી અંગુલ, નયાગઢ, બાલાસોર, મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર, કેંદુઝાર, જાજપુર, કટક અને ઢેંકનાલ, ખોરધા, ગંજમ અને પુરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
24 ઓક્ટોબરે પુરી, ખુર્દા, ગંજમ અને જગતસિંહપુર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ (7 થી 20 સેમી) માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, બલેશ્વર, મયુરભંજ અને જાજપુરમાં ભારે વરસાદ (21 સેમીથી વધુ) થવાની સંભાવના છે.
પશ્ચિમ બંગાળ: પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણામાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે કોલકાતા, હાવડા, હુગલી અને ઝારગ્રામમાં 23 થી 24 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદ પડી શકે છે.
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના રાયલસીમા ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
કર્ણાટક: વાવાઝોડાના આગમન પહેલા જ ભારે વરસાદને કારણે કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બેંગલુરુમાં મંગળવારે એક અન્ડરકન્સ્ટ્રકશન ઈમારત ધરાશાયી થતાં સાત કામદારોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા.
તમિલનાડુ: IMD એ દક્ષિણ ભારતના તમિલનાડુ અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.