શાકમાર્કેટના ઓટલાની ડિપોઝિટ ભરપાઈ ન કરનાર વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
પાટડી નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરનાર તથા નગરપાલિકા નિર્મિત કોમ્પલેક્ષમાં ભાડા કરાર કરી વ્યવસાય કરનાર દુકાનદારો દ્વારા ભાડાની રકમની ભરપાઈ ન કરવામાં આવતા પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેમાં પાટડી ચીફ ઓફિસર મોસમ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર નીરવ સુથાર સહિતના સ્ટાફ દ્વારા બાકીદારોની યાદી તૈયાર કરી 40થી વધુ બાકીદારોને નોટિસ ફટકારવામાં આવતા બાકી દારોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આ ઉપરાંત એક બાકીદારની દુકાન શીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી પાટડી નગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલ કરવા માટે અવારનવાર પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે છતાં વેરો ન ભરનાર વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસવામાં આવ્યો છે જેના કારણે બાકીદારોમા વેરો ભરપાઈ કરવા દોડધામ મચી જવા પામી હતી આ ઉપરાંત નજીકના સમયમાં પાટડી નગરપાલિકા નિર્મિત શાકમાર્કેટના ઓટલાની ડિપોઝિટની રકમ ભરપાઈ ન કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે



