રિપોર્ટ અનુસાર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે 301 રસ્તાઓ તો ઉત્તરાખંડમાં 43 રસ્તાઓ બંધ થયા, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમ ધામીએ શ્રદ્ધાળુઓને યાત્રા અટકાવવા અપીલ કરી
હાલ દેશમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને અનેક રાજ્યોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. એ વાત તો નોંધનીય છે કે પહાડો પર વરસાદ તેની સાથે આફત લઈને આવે છે. આ સાથે જ હાલ હિમાચલ પ્રદેશમાં સોમવારે અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ચંદીગઢ-મનાલી નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે. જેના કારણે સેંકડો મુસાફરો મંડીમાં જ ફસાઈ ગયા છે. લેન્ડસ્લાઇડ અને અચાનક પૂરના કારણે 70 કિલોમીટર લાંબો મંડી-પંડોહ-કુલુ રોડ સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. આ સાથે જ ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે તો ગંગા સહિત ઘણી નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે.
- Advertisement -
Himachal Pradesh | Mandi-Kullu highway which was blocked due to a landslide near 7 Mile in Mandi has been opened after almost 20 hours pic.twitter.com/pKatYi6jaD
— ANI (@ANI) June 26, 2023
- Advertisement -
હિમાચલ-ઉત્તરાખંડમાં 300થી વધુ રસ્તાઓ બ્લોક
રિપોર્ટ અનુસાર હાલ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે લગભગ 301 રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઉત્તરાખંડમાં લગભગ 43 રસ્તાઓ બંધ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમ ધામીએ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે જો હવામાન ખરાબ હોય તો તેઓ તેમની યાત્રા અટકાવી દે અને હવામાન વિભાગની આગાહીનું પાલન કરે.
મુસાફરો રવિવાર સાંજથી ફસાયા
હાલ પરિસ્થિતિ એવી છે કે હિમાચલમાં 140 પાવર ટ્રાન્સફોર્મર ખોરવાઈ ગયા હતા. ભારે વરસાદને કારણ મંડી શહેરથી લગભગ 40 કિમી દૂર ઓટ નજીક પંડોહ-કુલુ રોડ પર ખોટીનાલ્લામાં અચાનક પૂર આવ્યું હતું અને રવિવાર સાંજથી મુસાફરો ત્યાં અટવાયા હતા. મંડી પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા કટોલા વાયા મંડી-કુલુ રોડ લગભગ 20 કલાક પછી ખોલવામાં આવ્યો હતો અને હવે તેમાંથી નાના વાહનોને મોકલવામાં આવી રહ્યા છે.
#WATCH | Rampur Bushahr, Shimla: Rise in water level witnessed in Sutlej River following incessant rains in Himachal Pradesh's Shimla in the last two days. pic.twitter.com/r2IroP7zAm
— ANI (@ANI) June 26, 2023
અધિકારીઓએ જણાવ્યું કે, રસ્તાને અવરોધતા ભારે પથ્થરોને હટાવવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ જ્યાં સુધી રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી મુસાફરોને મંડી ન જવાની સલાહ આપવામાં આવી છે. ઘણા મુસાફરોરવિવાર સાંજથી મંડીમાં અટવાયેલા છે. આ સાથે જ અહીં હોટલ અને રહેવાની જગ્યાઓની સંખ્યા પણ મર્યાદિત છે જેને કારણે લોકોણએ ઘણાઈ હાલાકી ભોગવવી પડે છે.
#WATCH | Himachal Pradesh: Operation underway to clear landslide debris on Chandigarh-Manali highway near 7 Mile in Mandi. https://t.co/OcuKQCVhcD pic.twitter.com/1m92KxiSOh
— ANI (@ANI) June 26, 2023
30 જૂન સુધીમાં તમામ રસ્તાઓ ખોલી દેવામાં આવશે
જાહેર બાંધકામ વિભાગના મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે ભારે વરસાદને કારણે 301 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. જેમાંથી 180 રસ્તા સોમવાર સાંજ સુધીમાં ખોલવાના હતા. તે જ સમયે 15 રસ્તાઓ આજે (મંગળવારે) ખોલવામાં આવશે અને બાકીના રસ્તાઓ 30 જૂન સુધીમાં ખોલવામાં આવશે. રસ્તા સાફ કરવા માટે 390 જેસીબી, ડોઝર્સ અને ટીપર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિભાગ આજે એક નંબર જારી કરશે જેના પર લોકો રસ્તા સંબંધિત સમસ્યાઓની જાણ કરી શકશે.
પ્રવાસીઓ માટે જાહેર કરાયેલ એડવાઈઝરી
રાજ્યમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને, ટ્રાફિક અને ટુરિઝમ પોલીસે સોમવારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદીઓ અને નાળાઓ નજીકના સ્થળોની મુલાકાત ન લેવા જણાવ્યું હતું. આ સાથે એડવાઈઝરીમાં લોકોને રાફ્ટિંગ સહિત અન્ય વોટર સ્પોર્ટ્સમાં સામેલ થવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું હતું.