ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં જ્યારે મીશ્રઋતુ ચાલી રહી છે ત્યારે રોગચાળાએ ફરી માથું ઉંચક્યું છે. શહેરમાં ઘરે-ઘરે શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલ્ટી, મેલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનિયા જેવા રોગ ફેલાય છે ત્યારે મનપાની આરોગ્ય શાખા દ્વારા ખુલ્લી જગ્યામાં ભરાતા પાણી અને બાંધકામ સાઈડમાં કુંડીમાં ભરાતા પાણી બાબતે જવાબદાર આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. આરોગ્ય શાખા દ્વારા સાફસફાઈના અભાવથી થતાં રોગચાળા સામે ઝુંબેશ ચલાવી છે જે અંતર્ગત પોરાનાશક કામગીરી હેઠળ 13,742 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા 891 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. જ્યાં મચ્છરો વધુ પ્રમાણમાં હોય તેવા વિસ્તાર જેવા કે શ્રીરામ પાર્ક, ન્યુ સુભાષનગર, પુરુષાર્થ સોસા., આકૃતિ એપાર્ટમેન્ટ, જીવરાજપાર્ક આસપાસના વિસ્તાર સિલ્વર પેલેસ, ગ્રીનએપલ આકૃતિ આસપાસનો વિસ્તાર, સેરેનીટી ગાર્ડન (કાલાવાડ રોડ) આસપાસનો વિસ્તાર, મુંજકા ગામ, ખોડીયારપરા, મહાત્મા ગાંધી પ્લોટ, કૃષ્ણનગર, આંબેડકરનગર, કલ્યાણપાર્ક, જામનગર રોડ, સદ્ગુરુનગર, સી.બી.આઈ. કવા. યુનિ. રોડ ગેઈટ આસપાસનો વિસ્તાર ગણેશપાર્ક, શિવશક્તિ સોસા. સહિતના વિસ્તારોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવેલ છે. ડેંગ્યુ રોગને અટકાવવા માટે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનના વિસ્તારોમાં 511 આસામીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી હતી જેમાં રહેણાંક 330 અને કોમર્શિયલ 46 આસામીઓને નોટીસ ફટકારી છે જ્યારે ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયા જેવા રોગને અટકાવવા માટે આસામીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં રોગચાળો વકર્યો: ઘરે-ઘરે માંદગીના ખાટલા



