ખાસ-ખબર સંવાદદાતા
કેન્યામાં સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 48 લોકોના મોત થયા છે.બીજા સેંકડો મુસાફરો ઘાયલ થયા છે. કેન્યાના પશ્ર્ચિમના હિસ્સામાં સાંજના સમયે આ અકસ્માત અવર જવરથી ભરચક રહેતા વિસ્તારમાં સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ ટ્રકે સંખ્યાબંધ વાહનો અને રાહદારીઓને કચડી નાંખ્યા હતા.
ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસનુ કહેવુ છે કે, અત્યાર સુધીમાં 48 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ટ્રકની અંદર બીજા કેટલાક લોકો ફસાયાની આશંકા છે. આ ઘટનાના વિડિયો ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર શેર થયા હતા. જેમાં કચડાયેલા વાહનોના ટુકડા દેખાઈ રહ્યા છે.
- Advertisement -
રાહત કામગીરી કરનારા જવાનોએ કાટમાળમાં મૃતદેહ શોધવા માટે કવાયત હાથ ધરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 30 લોકોની હાલત ગંભીર છે અને તેમને અલગ અલગ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મરનારાઓનો આંકડો વધી શકે છે.