રાજકોટ મહાનગરપાલિકાના તમામ 21 આરોગ્ય કેન્દ્રો પર વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે પરંતુ કોરોનાના કેસ શુન્ય થઇ ગયા તે દિવસથી ભાગ્યે જ કોઇ નાગરિકો વેક્સિન લેવા માટે આવે છે પહેલા ડોઝના ટાર્ગેટનું 123 ટકા એચિવમેન્ટ થયું હતું પરંતુ બીજા ડોઝનો ટાર્ગેટ અધુરો રહ્યો છે.
બીજા ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થવાનો બાકી હતો તે પૂર્વે જ પ્રિકોશન ડોઝ શરૂ કરી દેવામાં આવ્યો હતો પરંતુ તેમાં પણ ખાસ સફળતા મળી નથી હાલ સુધીમાં સમગ્ર શહેરમાં ફક્ત 63,251 શહેરીજનોએ પ્રિકોશન ડોઝ લીધો છે. વધુમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોના સામેની વેકસીનમાં 11,42,093ના ટાર્ગેટ સામે 14,10,470 લોકોને પ્રથમ ડોઝ અપાતા 123.50 ટકા એચિવમેન્ટ થયું હતું, જ્યારે બીજા ડોઝમાં 13,23,612ના ટાર્ગેટ સામે 12,03,462 લોકોને હાલ સુધીમાં રસીકરણ કરાતા 90.92 ટકા ટાર્ગેટ એચિવમેન્ટ થયું છે.
- Advertisement -
જ્યારે પ્રિકોશન ડોઝમાં તો ફક્ત 63251 લોકોને જ રસીકરણ થઈ શક્યું છે. જોકે મહાપાલિકાના તંત્ર વાહકો દોષનો ટોપલો લોકો પર ઢોળી રહ્યા છે કે લોકો જ વેકસીન લેવા આવતા નથી તો અમે શું કરીએ પરંતુ આરોગ્ય શાખાના સ્ટાફ શા માટે ઘરે ઘરે જઈને લોકોને વેકસીન ન આપી શકે તેઓ સવાલ ઉઠયા વિના રહેતો નથી.