પંજાબની 13 લોકસભા સીટો પર 328 ઉમેદવારોની ભાવી દાવ પર છે. ત્યારે લોકસભા 2024ની મતગણતરી પ્રકિયામાં પંજાબમાં ભાજપ માટે ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. પંજાબ લોકસભાની 13 બેઠકોમાંથી ભાજપને એક પણ બેઠક મળી નથી જ્યારે કોંગ્રેસ 7 સીટો પર આગળ છે. અને આમ આદમી પાર્ટી 3 સીટો પર આગળ છે, શિરોમણી અકાલી દળ એક સીટો પર અને અપક્ષ 2 સીટો પર આગળ છે.
કોંગ્રસની સાત બેઠકો પર લીડ
ગુરદાસપુરથી ચોથા રાઉન્ડના અંતે કોંગ્રેસના સુખજિંદર સિંહ રંધાવા 1978 મતોથી આગળ છે. લુધિયાણા લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર અમરિંદર સિંહ રાજા વાડિંગ 9669 મતોથી આગળ ચાલી રહ્યા છે. પટિયાલા બેઠક પર કોંગ્રેસના ધરમવીર ગાંધી 5886 મતોથી આગળ અને અમૃતસર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુરજીત સિંહ ઔજલા 13459 મતોથી આગળ ચાલી રહ્યા છે.
- Advertisement -
આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારો આગળ
હોશિયારપુરથી આમ આદમી પાર્ટીના રાજકુમાર ચબ્બેવાલ 99706 મતોથી આગળ છે. ત્યારે કોંગ્રેસની યામિની ગોમરને 91846 વોટ મળ્યા અને બીજેપીની અનિતા સોમ પ્રકાશને 55772 વોટ મળ્યા.
અપક્ષ ઉમેદવાર બે સીટો પર આગળ
- Advertisement -
આસામની જેલમાં બંધ ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહ પંજાબની ખડુર સાહિબ લોકસભા બેઠક પરથી 45,424 મતોથી આગળ અને ફરીદકોટ સીટ પરથી સરબજીત સિંહ 19512 મતોથી આગળ છે.
ભટિંડાથી શિરોમણી અકાલી દળના ઉમેદવાર આગળ
શિરોમણી અકાલી દળના હરસિમરત બાદલ ભટિંડાથી આગળ છે. અત્યાર સુધી હરસિમરતને 149645 મત મળ્યા છે. ગુરમીત ખુદ્દિયાને 128385, જીત મોહિન્દરને 72675 અને પરમપાલ મલુકાને 44952 મત મળ્યા. શિરોમણી અકાલી દળ 21260 મતોથી આગળ છે.