By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    3 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    3 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    3 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    3 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    3 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    4 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    3 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    6 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આપણી લાલસા આપણને સુખ માણવા દેતી નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > આપણી લાલસા આપણને સુખ માણવા દેતી નથી
AuthorShailesh Sagpariya

આપણી લાલસા આપણને સુખ માણવા દેતી નથી

Khaskhabar Editor
Last updated: 2022/01/24 at 5:31 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

અમેરિકામાં ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ’ નામની એક સંસ્થા છે. સ્થાપ્નાકાળથી આ સંસ્થા માનવજાતને ઉપયોગી થાય એવા જાત જાતના પ્રયોગો અવારનવાર કરતી રહે છે. અમૂક વર્ષ પહેલા આ સંસ્થાએ એક વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. સંસ્થાએ કરેલો આ પ્રયોગ અને એના પરિણામો આપણા બધા માટે આંચકારુપ અને આપણને બધાને વિચારતા કરી મૂકે એ પ્રકારના છે.

શૈલવાણી
– શૈલેષ સગપરિયા

આ સંસ્થાએ સંશોધનના ઉદેશથી ઉંદર માટે એક સ્વર્ગ તૈયાર કર્યું. સ્વર્ગ એ અર્થમાં કે ઉંદરોને કોઇ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થા ઉભી કરી હતી. માણસની જેમ ઉંદર પણ મોજથી રહી શકે એ મુજબની એની તમામ જરૂરીયાતોને ધ્યાન્માં લઇને ઉંદરો માટે એક માનવસર્જીત સ્વર્ગ તૈયાર કર્યુ હતું. આ માટે 4000 ઉંદર આરામથી રહી શકે એવી જગ્યા પસંદ કરી. એ જગ્યામાં 4000 ઉંદરો માટે પર્યાપ્ત હોય એટલા ખોરાક અને સુખ સગવડો મૂક્યા. 4000 ઉંદર ખુબ સારી રીતે જીવે શકે એવી વ્યવસ્થા હોવા છતા આ જગ્યા પર માત્ર 4 નર અને 4 માદા એમ કુલ 8 ઉંદરોને જ મુકવામાં આવ્યા. 4000 ઉંદર માટે પૂરતી થઇ શકે એવી સુવિધાવાળી જગ્યા પર માત્ર 8 જ ઉંદરને રાખ્યા એટલે ઉંદરોને તો મોજ પડી ગઈ. એમના આનંદપ્રમોદ માટે બધું જ ઉપલબ્ધ હતું. જાણે કે પૃથ્વી પરનું સ્વર્ગ જ હતું. ત્યાં કોઈ તકલીફ, કોઈ મુશ્કેલી કે કોઈ હાડમારી નહોતી. 4 જોડી ઉંદરો સુખેથી જીવન વ્યતીત કરતા હતા.

- Advertisement -

ધીમે ધીમે ઉંદરોની વસ્તી વધવા લાગી. દર પંચાવન દિવસે ઉંદરોની સંખ્યા લગભગ બમણી થવા લાગી. આમ દિવસે દિવસે ઉંદરોની સંખ્યા વધતી ચાલી.

સંખ્યા જ્યારે 600થી પણ વધી ગઈ ત્યારે ઉંદરોની જીવનશૈલીમાં પરિવર્તન આવવા લાગ્યું. પહેલા જે ઉંદરો કોઇપણ જાતની સમસ્યાઓ વગર આરામથી જીવન વ્યતિત કરતા હતા એ ઉંદરો વચ્ચે હવે સામાજિક પ્રશ્ર્નો ઉભા થવા લાગ્યા. જે ઉંદરો હળીમળીને રહેતા હતા એની વચ્ચે હવે મારામારી, તોફાનો અને ખેંચાખેંચ થવા લાગી. મોટા ઉંદરો એમના માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ હોવા છતા તાજા જન્મેલા નાના બચ્ચાઓને ખાઈ જવા લાગ્યા.

મોટી ઉંમરના અને અનૂભવી વડીલ ઉંદરો સ્વર્ગનું સુખ માણવાના બદલે એકબીજાના ટાંટિયા ખેંચવાની રમતમાં લાગી ગયા. આ ઉંદરો જીવન પ્રત્યે ઉદાસીન બની ગયા અને માનસિક તનાવ નીચે જીવવા લાગ્યા. આંતરીક વિખવાદની અસર નવા જન્મ લેતા ઉંદરોમાં સ્પષ્ટપણે દેખાતી હતી. એકબીજાને સાથ સહકાર આપવાની વાત તો એક બાજુએ રહી, ઉલટાનું નવી પેઢીના ઉંદરો તો સાવ સ્વાર્થી અને નિર્માલ્ય બનવા લાગ્યા. નવું કોઈ પરાક્રમ કે કાર્ય કરવાનો ઉત્સાહ સાવ મરી પરવાર્યો હોય એમ લાગતું હતું.

- Advertisement -

ઉંદરોની સંખ્યા જ્યારે 2000ની આસપાસ પહોંચી ત્યારે તો આ પરિસ્થિતિ વધુ વકરી. જેટલી સંખ્યામાં ઉંદરો હતા એના જેટલી જ સંખ્યામાં હજુ બીજા વધુ ઉંદરોનો સમાવેશ થઇ શકે તેમ હતો. વ્યવસ્થા તો 4000 ઉંદર માટે હતી પરંતુ 2000 ઉંદરો પણ રહી શક્યા નહિ.

મિત્રો, હવે આ ઉંદરની જગ્યાએ માનવજાતને મુકીને વિચારો. તમને ઘણી સામ્યતા જોવા મળશે. પ્રભુએ આ જગતના દરેક માણસ માટે પર્યાપ્ત વ્યવસ્થા કરી છે. ધરતી પરનો દરેક જીવ આરામથી રહી શકે એવી વ્યવસ્થા હોવા છતા પણ આપણે આરામથી રહી શકતા નથી. ભગવાને આપણા માટે તૈયાર કરેલા સ્વર્ગની મજા માણવાના બદલે આપણે પણ ઉંદર જેવા થઇ ગયા છીએ. ગાંધીજી ઘણીવાર કહેતા કે આ ધરતી પાસે એટલું બધુ છે કે એનાથી ધરતી પરના દરેક જીવની જરૂરીયાત પુરી કરી શકાય પણ આ ધરતી પાસે એટલુ નથી કે એક માણસની લાલસા પણ પુરી કરી શકે.
જો આપણે આપણી જરૂરીયાતો પુરી કરવાની હોય તો આ જગત આપણા માટે સ્વર્ગ જ છે. મૃત્યુ બાદ સ્વર્ગ મળે કે કેમ એ તો પ્રભુ જાણે પણ જીવતા જ સ્વર્ગ અનુભવી શકાય એવી સુખ સુવિધાઓ આજે ઉપલબ્ધ છે. વર્ષો પહેલા મહારાજાને પણ જે સુખ નહોતું મળતું એવુ સુખ આજે સામાન્ય નાગરીક પણ ભોગવી શકે છે. પણ આપણી લાલસા આપણને સુખ માણવા દેતી નથી. જરા આપણી આજની અને અમૂક વર્ષો પહેલાની જીંદગી વચ્ચે એક સરખામણી કરી જુઓ, તમને જવાબ મળી જશે. જીવનધોરણ સુધર્યુ છે અને ભૌતિક સુવિધાઓ પણ ખુબ વધી છે પણ એની સરખામણીમાં આનંદ ઓસરતો જતો હોય એમ લાગે છે. વધુ ને વધુ મેળવી લેવાની લ્હાયમાં જે છે એ માણવાનું પણ રહી જાય છે.

આ ધરતી પાસે એટલું બધુ છે કે એનાથી ધરતી પરના દરેક જીવની જરૂરીયાત પુરી કરી શકાય પણ આ ધરતી પાસે એટલુ નથી કે એક માણસની લાલસા પણ પુરી કરી શકે.

You Might Also Like

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article EPP કમ્પોઝિટ્સનાં સિદ્ધાર્થ શાહ, જયરાજ શાહે કરી લાખોની ઠગાઈ
Next Article બીચ સોકર: દરિયા કિનારે ફૂટબોલ: ગુજરાત ફૂટબોલનું ભાવિ સોપાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?