રજપૂત યુથ ક્લબ અને સી સ્ટાઈલ બ્યુટી સલુન દ્વારા બહેનો માટે
કોઈપણ સમાજના બહેનો આ ક્લાસીસમાં જોડાઈ શકશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠીયા રાજપૂત યુવા ભાઈ-બહેનોનાં સેવા અને સહકાર થકી કાર્યરત શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન તથા સી સ્ટાઈલ બ્યુટી સલુન દ્વારા આવતીકાલ તા. 5-5-22થી બહેનો માટે રાહત દરે બ્યુટી પાર્લર ટ્રેનિંગ ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે. દરેક સમાજની બહેનો માટે વેકેશનનો સદ્ઉપયોગ થાય અને સ્વરોજગાર મેળવવાના શુભ આશય સાથે રાહત દરે વેકેશન બ્યુટી પાર્લર સમર વેકેશન કોર્ષનું આયોજન કરવામાં આવેલ છે. બ્યુટી પાર્લર ફુલ કોર્ષ રૂા. 1500 જેમાં ફુલ પ્રેક્ટિસ અને સર્ટિફીકેટ આપવામાં આવશે. આ ફુલ કોર્ષમાં થ્રેડીંગ, આઈબ્રો, ક્રીમ બ્લીચ, એન્ટી એજિંગ બ્લીચ, શાયનર, કોલ્ડ વેક્સ, ક્રીમ વેક્સ, બ્રાજીલીયન વેક્સ, ક્લીન અપ, ઓરીફ્લેમ ફેશિયલ, વાઈટનીંગ ફેશિયલ, મેનીક્યોર, પેડીક્યોર, ફ્રેન્ચ મેનીક્યોર, નેઈલ આર્ટ, હેર કલર, હેર હાઈલાઈટ્સ, હેર કંડીશનર, હેર મસાજ, હેર સ્પા, હેર સ્ટ્રેટનીંગ, હેર સ્ટાઈલ, હેર કલ્સ, હેર કટીંગ, સ્ટ્રેટ કપ, યુ શેઈપ કટીંગ, ડીપ યુ શેઈપ કટીંગ, લેઅર્સ કટીંગ, સ્ટેપ કટીંગ, ફીંજીસ, બ્લન્ટ કટ, બ્લો ડ્રાય, મેકઅપ, સેલ્ફ મેકઅપ, સગાઈ મેકઅપ, બ્રાઈડલ મેકઅપ સામેલ છે.
આ ઉપરાંત એડવાન્સ મેકઅપ કોર્ષ 3 દિવસ રૂા. 200, હેર સ્ટાઈલ કોર્ષ 3 દિવસ રૂા. 500, હેર કટીંગ કોર્ષ 7 દિવસ રૂા. 750, બ્રાઈડલ મહેંદી કોર્ષ 15 દિવસ રૂા. 250 રાખવામાં આવેલ છે. લીમીટેડ સંખ્યામાં બહેનોને લેવામાં આવનાર હોવાથી નામ વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટર કરવામાં આવશે. નામ લખાવવા તથા વધુ માહિતી માટે સી સ્ટાઈલ બ્યુટી સલુન, 1-8 વાણિયાવાડી, રાજકોટ મો. 9824580896, 9904534539 ઉપર સંપર્ક કરવો. આ કેમ્પને સફળ બનાવવા શ્રી રાજપૂત યુથ ફાઉન્ડેશનના પ્રમુખ ભાર્ગવ પઢીયારના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ અલ્પેશ ગોહીલ, સેક્રેટરી વિરલ રાઠોડ (વિક્કી), જોઈન્ટ સેક્રેટરી વિજયસિંહ ચૌહાણ, ટ્રેઝરર ગૌરવ ચૌહાણ તેમજ કારોબારી સભ્ય મિલન પરમાર, વિપુલ ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યા છે.