ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ એસટી વિભાગ દ્વારા હાલ જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે જેના અનુસંધાને જૂનાગઢ વિભાગ હસ્તક આવતા તમામ એસટી ડેપોમાં ઓઆરએસ આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં આજ રોજ બીલખા એસ.ટી.કંટ્રોલ પોઇન્ટ ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીને અનુલક્ષીને ડ્રાઈવર/કંડકટર તેમજ મુસાફર જનતાને ઓ.આર.એસના પેકેટનું ટ્રાફીક ક્ધટ્રોલર ગજુભાઈ વાંક દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.આમ જે રીતે એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને ડ્રાયવર અને કંડકટરને હીટવેવની અસર ઓછી થાય અને લૂ લાગે નહિ તેવા હેતુંથી ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.