જાણીતા નવલકથાકાર ધૈવત ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ગુજરાતી સાહિત્યની કૃતિઓ રજૂ થઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે તાજેતરમાં તૃતીય સાહિત્ય કુંજ સભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જાણીતા પત્રકાર અને નવલકથાકાર ધૈવતભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજની વિદ્યાર્થિની બહેનોએ ગુજરાતી સાહિત્યના મધ્યકાળના ભક્ત કવિઓની સુંદર રચનાઓ, જેમાં સુદામા ચરિત્ર, અખાના છપ્પા, હૂંડી, અને ગરબી સહિતની લોકસાહિત્યની કૃતિઓની મનમોહક રજૂઆત કરી હતી.
- Advertisement -
અધ્યક્ષ સ્થાનેથી ધૈવતભાઈ ત્રિવેદીએ તેમના દ્વારા લખાયેલા પુસ્તકોનો સેટ કોલેજની લાઇબ્રેરીને ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જાણીતા કવિ હેમાળવી શશીભાઈ રાજ્યગુરુ, કોલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા, કોલેજના આચાર્ય ડો. રીટાબેન રાવળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



