‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે વિવેક જોગરાણા, સોહમ પારવાણી, મિથિલ ખીમાણી, શિવ રૂપારેલિયા, અક્ષત મહેતા આવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
સેન્ટ પોલ સ્કૂલ રાજકોટ 2000માં સ્થપાયેલી અને કેથોલિક લઘુમતી સમુદાય દ્વારા સંચાલિત સહશૈક્ષણિક સંસ્થા છે. સેન્ટ પોલની શાળામાં વિનોદ પ્રિથિયાનીના માર્ગદર્શન હેઠળ 11માં અને 12માં ધોરણના કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા એક સામાજિક સાહસ હાથ ધરવામાં આવ્યું છે.
- Advertisement -
MERCADO 2024 નામથી વેપાર મેળાનું આયોજન કરે છે જેનું આ અગિયારમું વર્ષ છે. આ વર્ષે વેપાર મેળો તા. 18મી ઓકટોબરથી 20 ઓકટોબર સુધી સેન્ટ પોલ સ્કૂલ, મુંજકા ખાતે યોજાશે. મેળવેલ નફો સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓમાં યોગદાન તરીકે PHILIPS CARE AIDS CENTERને દાનમાં આપવામાં આવશે. ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે વિવેક જોગરાણા, સોહમ પારવાણી, મિથિલ ખીમાણી, શિવ રૂપારેલિયા, અક્ષત મહેતા આવ્યા હતા.