રાજકોટમાં ચાર દિવસ યોજાનારા આ એકસ્પોમાં ગુજરાતના ઔદ્યોગિક એક્ઝિબિશનના ઈતિહાસમાં પ્રથમ વખત રેલવેના તમામ વિભાગ ભાગ લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી તા. 2 ફેબ્રુઆરીથી તા. 5 ફેબ્રુઆરી એમ ચાર દિવસ ઈન્ડિયા ઈન્ડસ્ટ્રિયલ ફેર-2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના એકસ્પોના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય રેલવેના તમામ વિભાગ ભાગ લેશે. સરકાર સાથે ધંધો કરવા ફરજિયાત એવું જેમ (ૠયખ)નું સ્પોટ રજિસ્ટ્રેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. નાના-મધ્યમ ઉદ્યોગ માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. એકસ્પોમાં ભાગ લેનાર ઉદ્યોગપતિઓને સરકારી સબસીડી મળવાપાત્ર છે. તેની પ્રોસેસ પણ સ્થળ પર કરી આપવામાં આવશે. આમ સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત માટે પોતાના ઉદ્યોગને નવી ઉંચાઈ પર લઈ જવા ઘરઆંગણે તક ઉપલબ્ધ બનશે એમ લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક હંસરાજભાઈ ગજેરા અને એક્સ્પો ચેરમેન ગણેશભાઈ ઠુંમરની એક યાદીમાં જણાવાયું છે.
ચેરમેન ગણેશભાઈ ઠુંમરે એક્ઝિબિશનની વિગત આપતાં જણાવ્યું છે કે લઘુઉદ્યોગ ભારતી દ્વારા આગામી તા. 2થી 5 ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે રાજકોટના એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતે ઈન્ડિયા ઈન્ડસ્ટ્રિયલ ફેર 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના એક્ઝિબિશનના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં ભારતીય રેલવેના તમામ વિભાગ એક સાથે ભાગ લઈ રહ્યા છે. રેલવેના વિવિધ વિભાગો જેવા કે ઉત્તર રેલવે, દક્ષિણ રેલવે, પૂર્વ રેલવે, પશ્ર્ચિમ રેલવે, મધ્ય રેલવે, કોંકણ રેલવે, મેટ્રો રેલવે વગેરે એક્ઝિબિશનમાં ઉપસ્થિત રહી પોતાની જરૂરિયાતની પ્રોડકટનું પ્રદર્શન કરશે. ભારતીય રેલવેને દરેક પ્રકારના કાસ્ટીંગ્સ અને ફોર્જિંગ્સ, ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગ, ટુલીંગ, હાર્ડવેર, કીચનવેર કટલેરી, ફેબ્રીકેશન, બેરીંગ ઈલેકટ્રીક મોટર પંપ અને વાલ્વસ, મશીનીંગ પાર્ટસ, ઈલેકટ્રીકલ્સમાં કેબલ, સ્વીચીસ, પેનલ બોર્ડ વગેરે, અલહોલ્ટ્રી, ફૂડ રીલેટેડ આઈટમ્સ, પ્લાસ્ટીક પ્રોડકટસ, પાઈપ્સ અને ફીટીંગ્સ, બાથરુમ ફીટીંગ્સ, લેમીનેટસ, ટ્રાન્સફોર્મર, બ્રાસપાર્ટસ, સિરામીક્સ, સેનેટરીવેર, એલીવેટર મશીન્સ સહિત અનેક નાની-મોટી પ્રોડકટની જરૂરિયાત હોય છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગ ગૃહો મોટા ભાગની પ્રોડકટસ સારી ક્વોલિટીમાં સપ્લાય કરવા સક્ષમ છે. રેલવે માટે ત્રણ હજાર ચોરસ મીટરના અલાયદા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેલવેના તમામ વિભાગો દ્વારા પોતાની પ્રોડકટ રજૂ કરવામાં આવશે અને જે તે પ્રોડકટ માટે વેન્ડર રજિસ્ટ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવશે. આમ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને રાજકોટમાં ઘરઆંગણે રેલવે સાથે ધંધો કરવાની અને ધંધો કરતા હોય તો વધારવાની ઉજળી તક ઉપલબ્ધ બનશે.
ત્રણ હજાર ચોરસ મીટરના આ ડોમમાં રેલવેના વિવિધ વિભાગો જેવા કે સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર મોર્ડનાઈઝેશન ઓફ વર્કશોપ (ઈઘઋખઘઠ) સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈલેકટ્રીફીકેશન (ઈઘછઊ), રીસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (છઉજઘ), રેઈલ ઈન્ડીયા ટેકનીકલ એન્ડ ઈકોનોમીક સર્વિસ (છઈંઝઊજ), ઈન્ડીયન રેલવે ક્ધસ્ટ્રકશન ઈન્ટરનેશનલ લિમિટેડ (ઈંછઈઘગ), ક્ધટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (ઈઘગઈઘછ), કોંકણ રેલવે કોર્પોરેશન લી. (ઊંછઈક), રેલવે વિકાસ નિગમ લિ. (છટગક), ઈન્ડીયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (ઈંછઈઝઈ), ડેડીકેટેડ ફેઈટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (ઉઋઈઈઈંક), રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (છઈઈંક), મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન લિ. (ખછટઈ), ઈન્ડીયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન લિ. (ઈંછઋઈ), સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સીસ્ટમ્સ (ઈછઈંજ), રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીસ (છકઉઅ), બ્રેથવેટ એન્ડ કંપની લીમીટેડ (ઇઈક), નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. (ગઇંજછઈક) સહિત રેલવેના વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવ્યા છે.