સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ અને બ્રિડર્સ એસોસિએશન દ્વારા
સમગ્ર ગુજરાતનાં શહેરોમાંથી 500થી વધુ શ્ર્વાનોની વિવિધ પ્રજાતિ ભાગ લેશે: 500 ગ્રામથી 100 કિલો સુધીના કદાવર શ્ર્વાનો ડોગ લવર્સને જોવા મળશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ અને બ્રિડર્સ એસોસીએશન દ્વારા તા. 8 જાન્યુઆરીના રવિવારે સવારે 9થી સાંજના 5 સુધી ભવ્ય ડોગ-શોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 30થી વધુ બ્રિડના 500થી વધુ શ્ર્વાનો ભાગ લઈ રહ્યા છે. આ શોના આકર્ષણમાં 500 ગ્રામના વજનથી લઈને 100 કિલોના કદાવર શ્ર્વાન ડોગ લવર્સને જોવા મળશે. ડોગ-શોમાં ભાગ લેવા માટે શ્ર્વાનમાલિકોએ તા. 5 જાન્યુઆરી સુધીમાં વિવિધ પેટશોપ ખાતે પોતાના શ્ર્વાનની એન્ટ્રી પાસ મેળવી લેવા જણાવેલ છે.
ડોગ-શોમાં વિવિધ પ્રજાતિના શ્ર્વાનોમાં પોમેરેનીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગ્રેટડેન, ડોબરમેન, ગોલ્ડન રીટીવર, સ્ટિસુ, લાસા, પીટબુલ, ડાલમેશીયન, ચાઉ-ચાઉ, મેસ્ટીફ, શેનબનાર્ડ જેવા લાખેણી કિંમતના વિદેશી બ્રિડોના શ્ર્વાન જોવા મળશે. આ શોના નિર્ણાયક તરીકે યશ શ્રીવાસ્તવ (ભોપાલ) અને પૃથ્વી પાટીલ (બરોડા) સેવા આપશે. સમગ્ર શોનું સંચાલન જાણીતા ડોગ-શોના આયોજક અરૂણ દવે સંભાળશે. શાસ્ત્રી મેદાનના વિશાળ ગ્રાઉન્ડમાં ડોગ-શોની રીંગ, વિવિધ કંપનીના સ્ટોલ, માહિતી કેન્દ્ર અને શહેરના વિવિધ પેટશોપના સ્ટોલ રાખવામાં આવશે. ડોગ-શોમાં ભાગ લેનારે સવારે 8-30 કલાકે પોતાની એન્ટ્રી પાસ બતાવીને રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવું. વિેશેષ માહિતી માટે 9824907431 તથા 9825440045 ઉપર સંપર્ક કરવો.