ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢમાં પ્રિ. ડો. પી.વી. બારસિયાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલના અધ્યક્ષ પ્રા.ડો.ભાવનાબેન ઠુંમર તથા પ્રા.ડો.જીગ્નેશ કાચા દ્વારા સાયબર અવરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
- Advertisement -
આ સેમિનારમાં સાઇબર પોલીસ રેન્જ બિલખાના પીએસઆઇ બી. આર જોગલ, જીગ્નેશ મકવાણા તથા સાયબર વોલેન્ટિયર પરમાર સાહિલભાઈ તથા છાયા પાર્થભાઈ ઉપસ્થિત રહ્યા હતા, આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સાયબર ઓવેરનેસ આવે તે માટે જુદા જુદા લાઈવ ફ્રોડના ભોગ કેવી રીતે બની જતા હોઈએ છીએ, તેની વિગતવાર ડેમો કરી માહિતી આપી હતી. સાઇબર ફ્રોડ જેવા કે, ફિશિંગ એટેક, સિંગલ એટેક, અજાણી લિંક, ઓટીપી ફ્રોડ, પબ્લિક વાઇ-ફાઇ, કોમન અટેક, સ્કેન ફ્રી, ઓનલાઈન પેમેન્ટ ફ્રોડ, મલેસીયસ એપીકેએસ, સીમ સ્વેપિંગ, બેન્કિંગ લોન, ટાવર ઇન્સ્ટોલેશન, મેન ઇન ધ એટેક, ફ્રોડ મેઈલ વગેરે સમજાવવામાં આવ્યું. આ ઉપરાંત કઈ રીતે બચી શકાય તે અંગે સ્ટ્રોંગ પાસવર્ડ, સાચી લીંક કે સાયબર સેલની વેબસાઈટના ઉપયોગ તરફ વિશેષ ભાર મૂક્યો હતો અને કોન્સ્ટેબલ જીગ્નેશ મકવાણાએ હેલ્પલાઇન 1930 તથા પોલીસની મદદ લેવા આહવાન કરેલ.