દિવાળી પર્વની લોકો જોરશોરથી ઉજવણી કરવાં થનગની રહ્યા છે. મોરબીની બજારોમાં લોકો ફટાકડા, મીઠાઈ અને કપડા સહિતની ચીજ વસ્તુઓની ખરીદી માટે નીકળી રહ્યાં છે ત્યારે મોરબીની સૌથી મોટી પાંજરાપોળ જ્યાં નાના મોટા 4200 પશુઓનું પાલનપોષણ થાય છે જે પાંજરાપોળની ગાયોના લાભાર્થે મોરબીના સરદારબાગ સામે, રવાપર રોડ પટેલ પાન સામે અને મહેન્દ્રનગર ચોકડી ખાતે ફટાકડાના સ્ટોલ શરુ કરવામાં આવ્યા છે જેથી ફટાકડાના આ ત્રણ સ્ટોલ પરથી સેવાભાવથી ફટાકડાની ખરીદી કરીને અબોલ ગૌ માતાની સેવા કામમાં સહભાગી બનવા મોરબી સીરામીક એસોસિયેશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલ અને એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
મોરબીમાં પાંજરાપોળની ગાયોના લાભાર્થે ફટાકડાના સ્ટોલનું આયોજન

Follow US
Find US on Social Medias