ખર્ચાળ લગ્નના જમાનામાં સમૂહલગ્ન દ્વારા રાહ ચીંધતી સમિતિ
દાતાઓ દ્વારા સોના, ચાંદી, કબાટ, બેડ માટેની જરૂરી વસ્તુ કરિયાવર સ્વરૂપે અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી ચુંવાળીયા કોળી જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ- રાજકોટ દ્વારા આયોજિત 30મો સંતશ્રી વેલનાથ સમૂહ લગ્નોત્સવ વિક્રમ સંવત 2082 મહા વદ 13 ને રવિવાર તા. 15-2-2026 સમય સવારે 7-30 કલાકના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ, બહુમાળી ભવનની સામે, રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવેલ છે.
આપણે ત્યાં 16 સંસ્કાર એ આપણી પરંપરાનું આગવુ અને વિલક્ષણ પાસુ છે. આ સંસ્કારમાં વિવાહ સંસ્કારને આપણી સંસ્કૃતિના જ્યોર્તિધર એવા ઋષિ-મુનિઓ ધન્ય ગૃહસ્થાશ્રમ કહી યશોગાન ગાયા છે. આ ગૃહસ્થાશ્રમ સ્ત્રી અને પુરુષ જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની પ્રાપ્તિમાં એકબીજાના પૂરક પ્રેરક અને સહયોગી બની રહેવા પ્રતિજ્ઞાબદ્ધ થશે અને આ ચાર આશ્રમમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. આ પ્રસંગે 15 જેટલા નવયુગલો જોડાઈ રહ્યા છે. જેમાં ક્ધયાઓને શુકનની વસ્તુઓ ઉપરાંત સોના, ચાંદી, કબાટ, બેડ, ગાદલા, વાસણો ઘરવખરીની તમામ વસ્તુની ભેટ આપવામાં આવશે અને સંતો, મહાનુભાવો દ્વારા પ્રેરણાત્મક સંસ્કારનો કરિયાવર કરવામાં આવશે. સાથે સાથે ભાતીગળ સંસ્કૃતિના લગ્નગીતોની પરંપરાને ઉજાગર કરશે.
આ સમૂહ લગ્નોત્સવમાં સંત પ.પૂ. રામદાસબાપુ, પ.પૂ. સાયનાથબાપુ, સુંદરનાથ બાપુ, મનુભગત, વાઘજીભગત તથા અધ્યક્ષસ્થાને ધર્મેશભાઈ જંજવાડીયા (પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ) સમારોહના ઉદ્ઘાટક ચંદુભાઈ સિહોરા સાંસદ સુરેન્દ્રનગર, ડો. મહેન્દ્ર મુંજપરા પૂર્વ કેન્દ્રિય મંત્રી, કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, દેવજીભાઈ ફતેપરા પૂર્વસાંસદ, વિરજીભાઈ સનુરા પૂર્વપ્રમુખ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ, બાબુભાઈ ઉધરેજા પ્રમુખ શ્રી ચુંવાળીયા કોળી જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ રાજકોટ, દિનેશભાઈ મકવાણા ગુજરાત પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ, નટુભાઈ કુવરીયા પ્રદેશ ઉપપ્રમુખ ગુજ.ચું.સમાજ, પરસોત્તમભાઈ સાબરીયા પૂર્વ ધારાસભ્ય, સન્માનીય દાતાઓ, સમાજશ્રેષ્ઠીઓ પધારશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઈ પંચાસરા, મંત્રી મનીષભાઈ રાઠોડ, ખજાનચી જેન્તીભાઈ બોરીચા, ઈન્ચાર્જ ભરતભાઈ ડાભી, માર્ગદર્શક દેવભાઈ કોરડીયા, સહઈન્ચાર્જ સંદિપભાઈ બાબરીયા અને સમૂહલગ્ન સમિતિ દરેક હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.



