ખાસ-ખબર સંવાદદાતા
નાગેશ્ર્વર એરિયામાં સૌ પ્રથમવાર બહેનો માટે મનોરંજન, ધાર્મિક તથા નોલેજેબલ એક્ટિવિટી થાય અને એરિયામાં એકતા જળવાઈ રહે એ હેતુથી રઘુવંશી તરંગ લેડીઝ ક્લબનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લબની ઓપનિંગ સેરેમની આગામી તા. 10 ને રવિવારના રોજ સાંજે 4થી 7 કલાક સુધી શ્રી ચૈતન્ય ટેકનો સ્કૂલ, ગ્રીનલીફ રિસોર્ટ સામે, ઘંટેશ્ર્વર પાસે, જામનગર રોડ રાજકોટ ખાતે યોજાઈ છે. આ સેરેમની ધારાસભ્ય દર્શિતાબેન શાહના વરદહસ્તે કરવામાં આવશે. બીના રઘુવંશી, શીતલ કારિયા, પ્રીતિબેન લાખાણી, નમ્રતાબેન જસાણી તેમજ આશા કારિયા ‘ખાસ-ખબર’ કાર્યાલયની રૂબરૂ મુલાકાતે આવ્યા હતા.