બે ગ્રીન કોરીડોરથી ફેફસા ગુડગાંવ અને લીવર, કિડની અમદાવાદ લઇ જવાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ફરી એકવાર અંગદાન થયું બ્રેન ડેડ થયેલ મહિલાના અંગો બે ગ્રીન કોરિડોર થકી જૂનાગઢથી અમદાવાદ લઈ જવામાં આવ્યા જૂનાગઢના ક્રિષ્નાબેન જયદીપભાઈ હીરપરા ઉ.27 ને પ્રેગનેન્સીના પૂરા 9 મહીને તાણ આંચકી આવતા હદય બંધ પડી જતા.ઈઙછ આપી સિઝરિયન કરવામા આવ્યું પરંતું બાળકનો જીવ ન બચાવી શકાયો ત્રણ દિવસથી ઝાંઝરડા ચોકડી પાસે આવેલ રિબર્થ આઇસીયુ ખાતે દાખલ મહિલાનું બ્રેઈન ડેડ થતા બંને પરીવાર જનોએ અંગદાન કરવાનો સરહનીય નિર્ણય લીધો અને અન્ય લોકોનો નવું જીવતદાન આપવાના નિર્ણય કર્યો.
- Advertisement -
આજે જૂનાગઢના ડોક્ટર આકાશ પટોળીયાના માર્ગદર્શન નીચે આજે બે કીડની, એક લીવર અને બે આંખ જૂનાગઢથી અમદાવાદ સુઘી ગ્રીન કોરિડોર બનાવીને લઈ જવામાં આવ્યા હતા. ઓર્ગન ડોનેટ નિર્ણય બાદ અંગદાનને બે ગ્રીન કોરીડોર દ્વારા ફેફસાને ગુડગાંવ મોકલવામાં આવ્યા અને કિડની અને લીવરને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા જેમાં હૃદયનું દાનના થઈ શક્યું જેમાં ખરાબ હવામાનના કારણે હેલીકોપટરના આવી શકતા હદયનું દાનના થઈ શક્યું.
શ્રાવણ માસના અધિકમાસમા પરીવાર દ્વારા પોતાની દિકરી કહો કે વહુ પણ એક સરહાનીય કામગીરી કરી છે અને અન્ય લોકોના જીવનને નવું જીવતદાન આપવાનો જે પ્રયાસ કર્યો છે ત્યારે બંને પરીવારના લોકોએ ખરા અર્થમાં ભગવાન પાસે પ્રાથના કરી હતી.