ફાયર NOCના મુદ્દે પ્રાદેશિક પાલિકા કમિશનર આકરા પાણીએ
રાજકોટ-અમદાવાદની હોસ્પિટલોમાં આગ લાગવાની બનેલી ઘટનાઓ બાદ હાઇકોર્ટે હોસ્પિટલો અને ખાનગી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજીયાત બનાવ્યા બાદ ફાયર એનઓસી વગરની શાળાઓ અને હોસ્પિટલોને તંત્ર દ્વારા નોટીસો આપવામાં આવી રહી હોય, રાજકોટ ઝોનનાં પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર દ્વારા સૌરાષ્ટ્રની કુલ 30 નગરપાલિકાઓ પૈકી 19 નગરપાલિકા વિસ્તારની 110 ખાનગી શાળાઓ તથા 16 ખાનગી હોસ્પિટલોને ફાયર એનઓસીના મામલે નોટીસો આપવામાં આવી છે.
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, રાજકોટ ઝોન વરુણકુમાર બરંવાલના માર્ગદર્શન હેઠળ રિજિયોનલ ફાયર ઓફિસર રાજકોટ ઝોન દ્વારા રાજકોટ ઝોનની કુલ 30 નપાઓ પેઇકી 19 નગરપાલિકા વિસ્તારની 110 ખાનગી શાળાઓ તથા 16 ખાનગી હોસ્પિટલો કે જેઓએ હાલ લગી વારમ વાર નોટિસો અને સૂચનાઓ આપવા છતાં ફાયર એનઓસી મેળવેલ નથી કે ફાયર સેફ્ટી માટે નિયત કરાયેલ જરૂરી ઇકવિપમેંન્ટ લગાવેલ નથી તેઓને નામદાર હાઇકોર્ટમાં ચાલી રહેલ ફાયર સેફ્ટી અંગેની રિટ પિટિશન નંબર 118/2020 અન્વયે ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેંશન એન્ડ લાઈફ સેફટી મેજરસ એકટ -2013 ની કલમ 25 અને 26 તથા પેટા કલમ 1,2 અને 3 ની જોગવાઈઓ મુજબ આ ઈમારતોને સિલ કરવાના હુકમો કરવામાં આવેલ છે. આર. એફ.ઓ.ના આ હુકમો અન્વયે હવે આ 19 નગરપાલિકાઓના ચીફ ઓફિસરો આ તમામ ઈમારતોને સિલ કરવા તત્કાલ કાર્યવાહી હાથ ધરશે તેવું યાદીમાં જણાવવામાં આવેલ છે.