રાજ્ય સરકાર સરકારી જગ્યાને ખુલ્લી કરાવવા એક્શન મોડમાં
ખાસ-ખબર સંવાદદાતા
મહેસુલ વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને દબાણો ઉપર તૂટી પડવાનો આદેશ આપ્યો છે. સાથે દરેક જિલ્લામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સને કામે લગાડવાની તેમજ સરકારી જમીન પચાવી પાડનાર ગમે તે હોય કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે.
- Advertisement -
મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કલેક્ટરોને સરકારી જમીનો ઉપર ખડકાયેલ દબાણો દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે આ પરિપત્રમાં જણાવાયું છે કે સરકારી જમીનની જાળવણી કરવી તેમજ તેના પર થતું દબાણ અટકાવવામાં કે તોડી પાડવામાં આવે. અનઅધિકૃત દબાણ અને બાંધકામની પ્રવૃત્તિ રોકવા તથા તેના નિયમન માટે મ્યુનિસિપલ કમિશનર તથા કલેક્ટરોના અધ્યક્ષ સ્થાને જે ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. તેને કામે લગાડીને સરકારી જમીનને સુરક્ષિત કરવામાં આવે.