તાલુકા શિક્ષણ અધિકારી યોગ્ય અને તટસ્થ તપાસ કરે તેવી માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
રાજ્યની નકલી સ્કૂલો પર સરકાર દ્વારા તવાઈ શરૂ કરાઇ છે પરંતુ ધ્રાંગધ્રા ખાતે શિક્ષણ વિભાગની પરવાનગી વગર ચાલતી સ્કૂલ સામે અનેક અહેવાલો છતાં તંત્ર ગોકળગાયની ગતિ માફક કાર્યવાહી કરતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી પાસે હાઇવે નજીક નિર્માણ કરેલી સ્કૂલમાં શિક્ષણ વિભાગની પરવાનગી નહિ હાઇવે છતાં સ્કૂલ છેલ્લા કેટલાક સમયથી શરૂ કરી દેવાઈ છે જેમાં સ્કૂલમાં હાલ 40થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ પરવાનગી વગર ચાલતી સ્કૂલમાં અભ્યાસ કરતા આ તમામ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય હોવાનું ફલિત થાય છે કારણ કે પાચ વર્ષ ઉંમરથી વધુના બાળકોને બાલવાટિકા એડમિશન તો આપ્યું છે પરંતુ સ્કૂલને શિક્ષણ વિભાગની પરવાનગી નહિ મળી હોવાના લીધે સરકારનો DISE નંબર જ પ્રાપ્ત નથી થયો
- Advertisement -
જેથી આવતા વર્ષે પણ જો આ સ્કૂલને પરમિશન નહીં મળે તો હાલમાં બાલવાટિકામાં અભ્યાસ કરતા બાળકો આવતા વર્ષે પ્રથમ ધોરણમાં અન્ય સ્કૂલ પ્રવેશ નહિ આપે જેથી બાળકોને વધુ એક વર્ષ માટે અન્ય સ્કૂલમાં બાલવાટિકાનો અભ્યાસ કરવો પડશે. ત્યારે આ ડમી સ્કૂલ અંગે અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ વિભાગનું તંત્ર હરકતમાં આવ્યું અને ધ્રાંગધ્રા તાલુકા શિક્ષણ અધિકારીને તપાસ સોંપી હતી પરંતુ સ્થાનિક અધિકારીએ માત્ર પ્રાથમિક સ્કૂલના બાળકો અભ્યાસ નથી કરતા તે અંગે તપાસ કરી ઉપરી અધિકારીને અહેવાલ મોકલી આપ્યો હતો ખરેખર જેટલા બાળકો અભ્યાસ કરે છે તે તમામ બાળકોની ઉંમર અથવા તમામ બાળકોની દરરોજ ક્યાં હાજરી પત્રકમાં દર્શાવાય છે ? તે અંગે તટસ્થ તપાસ કરી હોય તો ડમી સ્કૂલને તાળા મારવાની ફરજ પડે તેમ હોય ત્યારે ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પુન: તપાસ માટે સ્થાનિક શિક્ષણ અધિકારીને જણાવતા હવે ધ્રાંગધ્રા શિક્ષણ અધિકારી પુન: તપાસમાં તટસ્થ તપાસ કરશે કે પછી અગાઉની માફક તપાસના નામે ગતકડું કાઢે છે ? તેના સામે મીટ મંડાયેલી છે.