રાજકોટ– ગોંડલ શહેર પોલીસ ઇન્સપેકટરની એક યાદીમાં જણાવાયા અનુસાર કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા ગામના નાસતા ફરતા આરોપી સુનિલભાઇ પરમારે આઇપીસીની કલમ ૧૪૩, ૩૮૭, ૪૪૮ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યાનો આરોપ છે. આ આરોપ ઉપરથી કાઢવામાં આવેલ ધરપકડ વોરંટમાં આરોપી મળી આવતા નથી. આમ આરોપી ફરાર થઇ ગયેલ છે. વોરંટની બજવી ન થઇ શકે તે માટે સંતાતા ફરે છે. જેથી આ જાહેરનામુ પ્રસિધ્ધ થયાના ૩૦ દિવસમાં અધિક સિવિલ જજ, કોર્ટ સમક્ષ અથવા પોલીસ સમક્ષ આરોપીને હાજર થવા ફરમાન જારી કરાયું છે.
મોટા માંડવા ગામના ફરાર આરોપીને હાજર થવા ફરમાન જાહેર
You Might Also Like
Follow US
Find US on Social Medias