કોંગ્રેસના નેતા જયરામ રમેશે એક ફોટો ટ્વિટ કર્યું છે જે અનુસાર સંસદ ભવનના પરિસરમાં ધરણા, હડતાલ, ભૂખ હડતાલ નહી થઈ શકે
સંસદ ભવનમાં હવે ધરણા પ્રદર્શન નહી કરી શકાય
- Advertisement -
સંસદ ભવનના પરિરસમાં શું હવે ધરણા પ્રદર્શન પર પણ રોક લગાવાશે ? આને લઈને એક આદેશ શેર કરતાં કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. શેર કરવામાં આવેલા આદેશ અનુસાર સંસદ ભવનના પરિસરમાં કોઈ સદસ્ય ધરણા, હડતાલ, ભૂખ હડતાલ નહીં કરી શકે. તેની સાથે સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ આયોજીત નહીં કરી શકાય. જેના પર વિપક્ષ ભડક્યું છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરી તીખી પ્રતિક્રિયા આપી
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે તેના પર ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, વિશ્વગુરુનું નવું કામ D(h)arna કરવાની મનાઈ છે.
- Advertisement -
Vishguru's latest salvo — D(h)arna Mana Hai! pic.twitter.com/4tofIxXg7l
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 15, 2022
કોંગ્રેસના સાસંદ મનીષ તિવારીએ તેના પર ટ્વિટ કરતાં કહ્યું કે, શા માટે પ્રિસાઇડિંગ ઓફિસરો સભ્યો સાથે ઘર્ષણનો તબક્કો બનાવી રહ્યા છે. પહેલા અસંસદીય શબ્દો પર અથડામણ અને હવે આ. આ ખરેખર કમનસીબ છે.
Why are the Presiding officers setting the stage for confrontation with the Members ? First the word war & now this.
It is indeed unfortunate. @ombirlakota @MVenkaiahNaidu pic.twitter.com/FFXJUs5wFf
— Manish Tewari (@ManishTewari) July 15, 2022
આ પહેલા ગઈકાલે કેટલાક અસંસદીય શબ્દો પર પ્રતિબંધ મુકાયો હતો
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન પહેલા આ બીજો વિવાદ છે. આ પહેલા લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી યાદીનો વિવાદ અટક્યો નથી. જેમાં ઘણા શબ્દોને અસંસદીય શબ્દો કહીને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, મતલબ કે તેઓ લોકસભા અને રાજ્યસભામાં તે શબ્દો બોલી શકાતા નથી. જેમાં જુમલાજીવી, સરમુખત્યાર, શકુની, જયચંદ, વિનાશ પુરુષ, રક્તની ખેતી વગેરે શબ્દોને બિનસંસદીય શબ્દો તરીકે વર્ણવીને લાંબી યાદી તૈયાર કરવામાં આવી હતી.
વિપક્ષોએ મોદી સરકારને ઘેરી
વિપક્ષ પણ આ અંગે અવાજ ઉઠાવી રહ્યો છે. રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસીની સાથે આમ આદમી પાર્ટીએ પણ મોદી સરકારને ઘેરી છે. ઉલ્લેખનીય છે કે, બંધારણની કલમ 105(2) હેઠળ સાંસદોને વિશેષાધિકાર મળે છે. તેઓ ગૃહની અંદર જે કહે છે તેના માટે તેમની સામે કાર્યવાહી થઈ શકે નહીં. એટલા માટે લોકસભાના નિયમ 380 હેઠળ, લોકસભાના અધ્યક્ષને એવા શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવાનો અધિકાર છે જે અસંસદીય, અભદ્ર અથવા માનહાનિકારક હોય. નિયમ 381 હેઠળ, અસંસદીય તરીકે દૂર કરાયેલા શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી તારાંકિત કરીને દૂર કરી શકાય છે.