-મણિપૂર મુદ્દે સરકારને સંસદમાં ચર્ચા કરવા મજબૂર કરવા માટેનું તિકડમ
સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ તરફથી આ જાણકારી મંગળવારે આપવામાં આવી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વિરોધ પક્ષો તરફથી લોકસભામાં બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.આ પહેલા વિપક્ષે સતત મણિપુર મામલે સરકારે ઘેરી હતી. વિપક્ષ તરપથી નિયમ 267 અંતર્ગત ચર્ચા કરવાની માગ કરવામાં આવી રહી છે. જ્યારે કે, આ નિયમ અંતર્ગત ચર્ચા કરવા માટે સરકાર તૈયાર નથી. સંસદ સત્ર શરૂ થયા બાદ સતત ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી ન શકી. તો, પીએમ મોદીની ઈન્ડિયા પરની ટિપ્પણી બાદ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. આ દરમિયાન વિપક્ષે બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. નોટિસ તૈયાર છે અને સવારે 10 કલાકે લોકસભામાં તેને આપવામાં આવશે.
- Advertisement -
#WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "We are moving the No Confidence Motion (against the Government)…" pic.twitter.com/1sIB7bHQig
— ANI (@ANI) July 26, 2023
- Advertisement -
વિપક્ષના નેતાઓનું માનવું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા માટે મજબૂર કરશે અને આ દરમિયાન વડાપ્રધાનને જવાબદેહ ઠેરવવામાં આવશે. વિરોધ પક્ષો વચ્ચે આ મુદ્દે સંમતિ સધાઈ ગઈ છે અને 50 જેટલા સભ્યોની સહી લેવા માટે પહેલેથી જ અભિયાન ચલાવાઈ રહ્યું હતું. કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કે, સરકાર ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી મણિપુર પર બોલે, પરંતુ પીએમ વાત નથી સાંભળતા. તેઓ ગૃહની બહાર કોઈ અલગ વાત કરે છે અને અહીં ના પાડે છે. અધીર રંજને કહ્યું કે, પીએમ મોદીનું ધ્યાન ખેંચવાનો વારંવાર પ્રયાસ કરાયો, પરંતુ બધું નિષ્ફળ રહ્યું, એટલે હવે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો યોગ્ય લાગી રહ્યું છે.
Congress MP Gaurav Gogoi files the No Confidence Motion against the Government in Lok Sabha. pic.twitter.com/osx0ljhrPZ
— ANI (@ANI) July 26, 2023
જોકે, આ પહેલી વખત નથી કે, જ્યારે મોદી સરકાર સામે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. આ પહેલા મોદી સરકાર સામે જુલાઈ 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને 11 કલાક ચાલેલી ચર્ચા બાદ વોટિંગ થયું હતું. જોકે, મોદી સરકારે સરળતાથી પોતાની બહુમતી સાબિત કરી દીધી હતી.
અવિશ્વાસ પ્રસ્તાવ શું છે?
જ્યારે લોકસભામાં વિપક્ષને એમ લાગે છે કે, વર્તમાન સરકાર લઘુમતીમાં છે કે પછી સરકાર ગૃહનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે, તો એવી સ્થિતિમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં નો કોન્ફિડન્સ મોશન કહેવાય છે. બંધારણમાં આર્ટિકલ-75માં તેનો ઉલ્લેખ કરાયો છે. આર્ટિક-75 મુજબ, કેન્દ્રીય મંત્રીમંડળ લોકસભા પ્રત્યે જવાબદેહ છે. એવામાં જો ગૃહમાં બહુમતી ન હોય, તો વડાપ્રધાન સહિત આખા મંત્રીમંડળને રાજીનામું આપવાનું હોય છે.
BRS MP Nama Nageswara Rao has also filed the No Confidence Motion against the Government. pic.twitter.com/TAdLp1fD2Q
— ANI (@ANI) July 26, 2023
અત્યાર સુધીમાં 27 વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા
આઝાદી બાદ લોકસભામાં 27 અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે. 1963માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સામે પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. પીએમ ઈન્દિરા ગાંધીએ સૌથી વધુ 15
અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવો પડ્યો હતો જેમાંથી એક પણ સફળ થયો નહોતો. ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રી અને પી.વી. નરસિમ્હા રાવ સામે ત્રણ ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. અટલ બિહારી વાજપેયી સરકાર એપ્રિલ 1999માં એક મત (269–270)ના માર્જિનથી અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી.