– રાજયની અલગ અલગ સમુદાયની બે મહિલાઓને રાજયસભામાં નિયુક્ત કરવા માંગ
મણીપુર મુદે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવેદન આપે અને તેના પર ચર્ચાની માંગ સાથે વિપક્ષોએ સંસદ ખોરવ્યા બાદ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા તથા તેમાં આ અશાંત રાજયોની મુલાકાત લે તથા મણીપુરના બે અલગ અલગ સમુદાયના બે મહિલાઓને રાજયસભામાં નિયુક્ત કરવા માંગ કરી હતી.
- Advertisement -
"Situation has reached critical point…": I.N.D.I.A floor leaders meet President Murmu over Manipur, seek her intervention
Read @ANI Story | https://t.co/XXIvZHRhhd#PresidentDroupadiMurmu #Manipur #INDIA pic.twitter.com/fW972GjzVV
— ANI Digital (@ani_digital) August 2, 2023
- Advertisement -
રાજયસભામાં વિપક્ષના નેતા શ્રી મલ્લીકાર્જુન ખડગેના નેતૃત્વમાં વિપક્ષો સાંસદોનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું હતું તથા 21 વિપક્ષી સાંસદોએ મણીપુરની મુલાકાત લીધી તેનો રીપોર્ટ સુપ્રત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે વાસ્તવિકતા જાણવા રાષ્ટ્રપતિએ મણીપુરની મુલાકાત લેવી જોઈએ અને આ રાજયના બે અલગ અલગ સમુદાયના મહિલાઓને રાજયસભામાં નિયુક્ત કરવા જોઈએ જેથી તેમનો અવાજ સંસદ સુધી પહોંચે.