રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા આજે ઉમેદવારી ભરશે. સિન્હાના નામાંકનમાં શરદ પવાર, અખિલેશ યાદવ, જયંત ચૌધરી સહિત વિપક્ષી પાર્ટીઓના અન્ય નેતાઓ પણ જોડાશે.
- Advertisement -
રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા આજે ઉમેદવારી ભરશે. સિન્હાના નામાંકનમાં શરદ પવાર, અખિલેશ યાદવ, જયંત ચૌધરી સહિત વિપક્ષી પાર્ટીઓના અન્ય નેતાઓ પણ જોડાશે. આ ઉપરાંત ટીઆરએસના નેતા પણ સામેલ થશે. ઉપરાંત રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, સીતારામ યેચુરી પણ નામાંકનમાં જોડાશે તેવી આશા છે. સિન્હા તરફથી દાવો કરવામાં આવ્યો છે. તેમને અન્ય દળોનું પણ સમર્થન મળશે.
યશવંત સિન્હાના નામાંકનમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને તેલંગણાના મંત્રી કેટી રામારાવ, સાંસદ નામા નાગેશ્વર રાવ, રંજીત રેડ્ડી, સુરેશ રેડ્ડી, બીબી પાટિલ, વેંકટેશ નેતા અને પ્રભાકર રેડ્ડી પણ ભાગ લેશે.
28 જૂનથી અભિયાનની શરૂઆત કરશે યશવંત સિન્હા
- Advertisement -
નામાંકન પહેલા યશવંત સિન્હાએ રવિવારે જણાવ્યું હતું કે, જો તેઓ રાષ્ટ્રપતિ માટે ચૂંટાઈ આવશે તો, તે રાજકીય વિરોધીઓને ટાર્ગેટ બનાવતી સરકારી એજન્સીઓને દુરુપયોગ તાત્કાલિક ખતમ કરશે. સાથે જ એ નક્કી કરશે કે ન્યાય અને નિષ્પક્ષતા બની રહી. તેમણે એવું કહ્યું કે, 28 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેમનું અભિયાન તમિલનાડૂના ચેન્નાઈથી શરૂ થશે તેવી સંભાવના છે. તે પહેલા દક્ષિણના રાજ્યોમાં સમર્થન માગશે, ત્યાર બાદ ઉત્તરના રાજ્યોમાં આવશે.
24 જૂને એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મીએ ભર્યું હતું નામાંકન
એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ગુરૂવારે નામાંકન દાખલ કર્યું હતું. દ્રૌપદી મુર્મૂના નામાંકન દરમિયાન એનડીએની એકજૂટતા નજરે પડી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. દ્રૌપદી મુર્મૂના નામાંકનમાં પીએમ મોદી પ્રસ્તાવક અને રાજનાથ સિંહ અનુમોદક રહ્યા છે.